”બોટાદમાં સાસુ-સસરાના ત્રાસથી કંટાળી કૃષ્ણ-સાગર તળાવમાં આપઘાત કરવા જતી પરિણીતાને ૧૮૧ અભયમ ટીમે બચાવી”
બોટાદ સિટીમાં એક સજ્જન વ્યકિત દ્વારા ફોન કરી જણાવેલ કે એક મહિલા કૃષ્ણ-સાગર તળાવ માં આપઘાત કરવા જઈ રહ્યા છે.જેથી તાત્કાલિક મદદ ની જરૂર છે.
જેથી આ માહિતી મળતાં તુરંતજ ફરજ પરના કાઉન્સેલર પરમાર હીના કોન્સ્ટેબલ સોનલબેન ઓળગિયા તથા પાયલોટ હરેશભાઈ જમોડ ગણત્રીની મિનિટોમાં સ્થળ પહોંચી આપઘાત કરવા જતી મહિલાને રોકી જીવ બચાવી લીધો હતો.ત્યારબાદ ૧૮૧ ટીમે આ મહિલાને પહેલા શાંત્વના આપી વિશ્વાસમાં લઈ અને જિંદગીમાં આવેલ મુશ્કીલિઓનું નીરાકરણ આત્મહત્યા નથી તેવી સમજણ આપતા આ પીડિતાએ તેમની આપવીતી કહેતા જણાવેલ કે *તેઓ સયુંકત પરિવારમા રહે છે ને તેઓના પતિ રસોડાના કામકાજ રાખતા હોય જેથી બહારગામ વધારે હોય છે ને તેઓને ૨ નાના બાળકો છે,પરંતુ તેઓના સાસુ-સસરા ઘરકામ બાબતે તેમજ અન્ય નાની-નાની બાબતમાં મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપે છે તેમજ બંને વહુઓ માં ભેદભાવ રાખી તેઓની દેરાણી સાથે સારું વર્તન કરે છે ને તેઓને અપશબ્દો બોલી તિરસ્કાર કરે છે*. આજરોજ પણ ઘરકામની બાબતમાં ઝઘડા થતા તેઓના સાસુ દ્વારા અપશબ્દો બોલતા પીડિતાને મનદુઃખ થઇ માઠું લાગી આવતા ને પિયરમાં પણ તેઓના પિતા બીમાર હોય જેથી ત્યાં જઈને હેરાન કરવું યોગ્ય ના લાગતા નાસીપાસ થઈ ને તેમજ તેઓની જીંદગી થી કંટાળી હવે મરવા સિવાય કોઈ રસ્તો ના દેખાતા આ પીડિતા ઘરે થી કોઈને કહ્યા વગર ઘરની બહાર નીકળી કૃષ્ણ-સાગર તળાવ માં આત્મહત્યા કરવા ગયેલ હતા.
જેથી ટીમ દ્વારા આ પીડિત મહિલાને *એક માં ની અંદર રહેલી શક્તિઓનો અહેસાસ કરાવી અને આત્મહત્યા ના વિચારો ક્યારેય પોતાની જીંદગીમાં ના લાવવા તેવી હિંમત આપેલ અને પોતાના પર આત્મવિશ્વાસ કેળવવા મદદ કરેલ હતી* ને ત્યારબાદ મહિલાને સુરક્ષિત સ્થળ મહિલા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેઓના સાસરીપક્ષને બોલાવી તેઓના સાસુ-સસરા સાથે યોગ્ય પરામર્શ કરી *ઘરેલુ હિંસા (૪૯૮) એક્ટ અંગે કાયદાકીય માહિતી આપી સામાજિક બંધનો અને તેની ફરજો અંગે સમજણ આપી ને બંને પુત્રવધુ ને સમાન માન આપવા જણાવેલ* ને પીડિતાને આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવી ના હોય નેં સાસરીપક્ષ ને પણ પોતાની ભૂલનો અહેસાસ થતાં ફરી વખત ઝઘડા ના થાય તે અંગે ખાત્રી આપતા ટીમ દ્વારા પીડિતાને લાંબાગાળા ના પરામર્શ માટે મહિલા સહાયતા કેન્દ્ર તેમજ નારી અદાલત અંગે માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા ને ત્યારબાદ પીડિતાના મરજીથી તેમજ રાજીખુશીથી તેઓના હસતા ચહેરા સાથે પતિને સોંપવામાં આવેલ.
આમ, મહિલાને મોતના મુખમાંથી બચાવી સાસરીપક્ષ સાથે રાજીખુશીથી સુખદ સમાધાન કરાવામાં આવેલ હતું ને ત્યારબાદ *આ મહિલાના પરિવાર દ્વારા ૧૮૧ અભયમ ટીમનો આ મહિલાને જીવન થી ટુંકાવતા તથા તેઓના બાળકો ને "માં" ના વિયોગમાં અનાથ ભરી જિંદગી થતા રોકી બચાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.