રાજકોટ જીલ્લાના મતદારોને મતદાનની અપીલ કરતાં દુરૈયાબેન મુસાણી - At This Time

રાજકોટ જીલ્લાના મતદારોને મતદાનની અપીલ કરતાં દુરૈયાબેન મુસાણી


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ દાઉદી વ્હોરા સમાજ મહીલા ગ્રુપના અને સેવાકીય અગ્રણી દુરૈયાબેન એસ મુસાણીએ આગામી લોકસભાની ચુંટણીમાં અચૂક મતદાન કરવા માટે બે હાથ જોડી અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં અમુક વિસ્તારોમાં જે મતદાન થવું જોઈએ તે થતું નથી લોકશાહી માટે મતદાન અતિ મહત્વનું છે મતદાન માટે કોઈ અડચણ આવે તો ચુંટણી અધિકારીઓ પોલીસ ખડેપગે હોય છે વધુમાં દુરૈયાબેનએ જણાવ્યું હતું કે
લોકસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ની અન્‍વયે ચૂંટણીઓમાં મતદાન મથકે આવનારા મતદાતાઓ મતદાન માટે નીચે આપેલા પૈકી કોઈપણ ઓળખપત્રનો ઉપયોગ
કરી શકાશે. ૧. પાસપોર્ટ, ૨. આધારકાર્ડ, ૩. પેન કાર્ડ, ૪. ડ્રાઈવિંગ લાઈસન્‍સ, ૫. ફોટા સહિતની બેંક અથવા પોસ્‍ટ ઓફીસ દ્વારા આપવામાં આવેલી પાસબુક, ૬. કેન્‍દ્ર અથવા રાજ્‍ય સરકાર, જાહેર સાહસ તથા પબ્‍લિક લિમિટેડ કંપનીઓના સર્વિસ કાર્ડ,  ૭. નેશનલ પોપ્‍યુલેશન રજીસ્‍ટર અન્‍વયે આરજીઆઈ દ્વારા આપાતું સ્‍માર્ટ કાર્ડ, ૮. શ્રમ મંત્રાલય યોજના અન્‍વયે અપાતું સ્‍માર્ટ કાર્ડ, ૯. મનરેગા જોબકાર્ડ, ૧૦. સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા અપાતું યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ, ૧૧. ફોટો સાથેનો પેન્‍શન દસ્‍તાવેજ ૧૨. સંસદસભ્‍યશ્રી, ધારાસભ્‍યશ્રી, વિધાન પરિષદના સભ્‍યશ્રીને આપવામાં આવેલા અધિકુત સરકારી ઓળખકાર્ડનો ઉપયોગ મતદાન મથકે કરી શકાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.