વડોદરામાં ફતેગંજની શાળાના શિક્ષકે વિદ્યાર્થીને ફટકારતા વિવાદ .
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી એક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર્યો હોવાની વાત વહેતી થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે . ત્યારે શિક્ષક તરફથી થયેલ આ ગેરવર્તણુક સામે ગરીબ બાળકના વાલીઓ કોઈ કાર્યવાહી ન કરે તે માટે કહેવાતા શાળા પ્રશાસન વિભાગ દ્વારા વાલી પર દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે . હ શહેરના શૈક્ષણિક આલમમાં ચાલી રહેલી ચર્ચા મુજબ , શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષણ કાર્ય દરમિયાન આજે એક શિક્ષકે બાળકને ઢોર માર માર્યો હતો . ચાલતી ચર્ચા મુજબ , બાળકને શિક્ષકે આડેધડ લાફા મારતા આખરે તે વાત વાલી સુધી પહોંચી હતી . જોત જોતામાં આ વાત એક વકીલ સુધી પહોંચતા મામલો ગરમાયો હતો . પરંતુ જે બાળકને માર મારવામાં આવ્યો છે તે બાળકે રાઈટ ટુ એજ્યુકેશન ( આરટીઇ ) હેઠળ એડમિશન લીધું હોવાથી શાળાના કહેવાતા સત્તાવાળાઓ દ્વારા બાળકને માર્યો હોવા મામલે વાલી કોઈ આગળની કાર્યવાહી ન કરે તે માટે તેઓને દબાણ કરવામાં આવી રહ્યું છે . શહેરના શૈક્ષણિક વર્તુળોમાં આજે સવારથી વહેતી થયેલી આ વાતે ભારે ગરમાવો લાવી દીધો હતો . કહેવાય છે કે , શાળા સંચાલક ભાજપના એક આગેવાનના નજીકના વ્યક્તિ મનાય છે . ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.