વડોદરામાં સગીરાની છેડતી કરનાર પાડોશીને પોલીસે ઝડપી પાડ્યો. - At This Time

વડોદરામાં સગીરાની છેડતી કરનાર પાડોશીને પોલીસે ઝડપી પાડ્યો.


વડોદરા શહેરના જવાહર નગર પોલીસ મથક હદ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટના સામે આવી છે . આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે . બનાવ અંગેની વિગત એવી છે કે , જવાહર નગર પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતો પાડોશી મુકેશ ડામોરએ સગીરાને અડપલા કરી છેડતી કરી હતી . ઘટના એક મહિના અગાઉ ઘટી હોવાનું જાણવા મળ્યું છે . ઘટના અંગેની જાણ સગીરાએ માતાને કરતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી . ફરિયાદના આધારે પોલીસે પોક્સો અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon