વડોદરા કોર્પોરેશન શહેરમાં 42 કરોડના ખર્ચે જ 46 રોડ બનાવશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/llqu9xlydfsup4or/" left="-10"]

વડોદરા કોર્પોરેશન શહેરમાં 42 કરોડના ખર્ચે જ 46 રોડ બનાવશે.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્યમંત્રી શહેરી સડક યોજના , યુડીપી 78 વર્ષ 2022- 23 ની ગ્રાન્ટ હેઠળ શહેરના ચારેય ઝોનમાં રૂપિયા 42 કરોડના ખર્ચે 46 રોડ બનાવશે . રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશને આ યોજનાની ગ્રાન્ટ હેઠળ 34 કરોડની ફાળવણી કરી છે . ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રોડના કામોની અગ્રતા નક્કી કરીને સક્ષમ મંજૂરી મેળવીને કામોની દરખાસ્ત મંજૂરી માટે સરકારમાં મોકલી આપવા જણાવ્યું હતું . આમાં રોડ પ્રોજેક્ટ વિભાગના 37 કરોડના રોડના સોળ કામ છે . સૌથી મોટું કામ પરિવાર ચાર રસ્તાથી કલાદર્શન ચાર રસ્તા શાસ્ત્રી બાગ સુધીનો રોડ છ કરોડના ખર્ચે રીસરફેસ કરવાનું છે 4. 45 કરોડનું કામગીરી ડ્રેનેજ ની કામગીરી બાદ સોમા તળાવ ચાર રસ્તાથી મહાનગર સોસાયટી સુધીનું 36 મીટરનો નો રોડ રી સરફેસ કરવાનું છે . ગોત્રી કિશન ચાર રસ્તાથી વુડા દિન દયાલ ચાર રસ્તા થી લક્ષ્મીપુરા તળાવ સુધીનો 30 મીટર નો રોડ પહોળો કરી સીલ કોટ કરવાનું કામ 6 . 55 કરોડના ખર્ચે થશે . આ ઉપરાંત બીજા અઢી ત્રણ કરોડના ખર્ચે રોડ બનાવવાની કામગીરી નો સમાવેશ થાય છે . આ સિવાય પૂર્વ ઝોનમાં 10 કામો , પશ્ચિમ ઝોનના છ કામો , ઉત્તર ઝોનમાં આઠ અને દક્ષિણ ઝોનમાં છ કામો છે . જોકે આ બધા કામો નાના છે , અને રોડ કાર્પેટ કરવાના છે . રોડ પ્રોજેક્ટના છ કામો જે 16 કરોડના ખર્ચે કરવાના છે તે શહેરી સડક યોજના અને અંતરમાળખાકીય શહેરી વિકાસ યોજનામાં અગાઉ સમાવી લીધા હતા , પરંતુ નાણાકીય જોગવાઈ કરતાં અંદાજની રકમ વધુ થતી હોવાથી આ વખતે લીધા છે . ગ્રાન્ટ કરતા વધારાની રકમ સ્વ ભંડોળમાંથી ખર્ચ કરવા અંગેનું સર્ટિફિકેટ સરકારમાં રજૂ કરવા સહિતની મંજૂરી સ્ટેન્ડિંગ સમિતિ આપી છે . જેની હવે સમગ્ર સભાની મંજૂરી મેળવવામાં આવશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]