મહીસાગર એલ.સી.બી પોલીસે ચોખાના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડયો - At This Time

મહીસાગર એલ.સી.બી પોલીસે ચોખાના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડયો


મહીસાગર જીલ્લાના બાકોર પો.સ્ટે. વિસ્તારમાં ચોખાના કટ્ટાની આડમાં લઇ જવાતો રૂ. ૨૩,૭૨,૪૬૮/- નો વિદેશી દારૂ તથા કુલ. રૂ. ૪૬,૩૨,૩૯૭/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી પોલીસ.મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહિ વોચ તપાસમાં હતા તે સમય દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. ધર્મેશકુમાર રમણભાઇ નાઓને બાતમી મળેલ કે એક ભારત બેન્જ લખેલા કન્ટેનરમાં ચોખાના કટ્ટાની આડમા વિદેશી દારુભરી મોડાસા તરફથી લુણાવાડા થઇ વડોદરા તરફ જનાર છે જે માહિતી આધારે પોલીસ માણસોની બે અલગ-અલગ ટીમો વોચમાં રહેલ તે દરમ્યાન મોડાસા તરફથી લુણાવાડા તરફના રોડ ઉપર આવતાં વડાગામ આર્શીવાદ હોટલ પાસે બાતમી હકીકત વાળુ બંધ બોડીનું કન્ટેનર આવતુ હોય જેથી સદર કન્ટેનર ને આશીર્વાદ હોટલ પાસે રોકી લઇ કન્ટેનરને રોડની સાઇડમાં કરાવી સદર કન્ટેરમાં ચેક કરતા ચોખાના કટ્ટાની આડમા વિદેશી દારુ જણાઇ આવતા કન્ટેરને બાકોર પો.સ્ટે. લઇ જઇ વધુ ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી બોટલો નંગ ૧૨૦૪૬ કુલ રૂ. ૨૩,૭૨,૪૬૮/- નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દામાલ કુલ રૂ. ૪૬,૩૨,૩૯૭/-નો ઝડપી પાડી બાકોર પોસ્ટે ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.