પદ્મશ્રી ડો પ્રવીણ દરજીએ મતદારોને અચૂક મતદાનની કરી અપીલ
લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને જિલ્લાના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે
ત્યારે જિલ્લાના જાણીતા વ્યક્તિઓ પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે મતદાર જાગૃતિ અંગે સંદેશ પ્રસરાવી રહ્યા છે. એમિરિટસ પ્રોફેસર અને ૧૫૧થી વધુ પુસ્તકોના સાહિત્ય સર્જક પ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મશ્રી ડો પ્રવીણ દરજીએ લોકશાહીના પર્વમાં અચૂક મતદાનની અપીલ કરતાં જણાવ્યું હતું કે આપ જાણો છો કે ૭મી મે ૨૦૨૪ના રોજ લોકસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી લોકશાહીનું સૌથી મોટું પર્વ છે આપણે એ પણ જાણીએ છીએ કે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ભારત છે, ભારતીય લોકશાહી છે. આપણે એ દેશના ગૌરવવંતા નાગરિકો છીએ નાગરિક તરીકે આપણને સૌને જે મતાધિકાર મળ્યો છે તેનો સાચો ઉપયોગ કરવાનો દિવસ એટલે ચૂંટણી મહોત્સવ. આવો આપણે એ દિવસે આપણા પવિત્ર મતનો અધિકારપૂર્વક ઉપયોગ કરીએ ઇચ્છિત સરકાર પસંદ કરી અને લોકશાહીના પાયાને વધુ મજબૂત કરીએ.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.