પોરબંદર વન વિભાગે કાંટેલા બીટના રાતડી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરનાર એક ઇસમને ઝડપી પાડ્યો - At This Time

પોરબંદર વન વિભાગે કાંટેલા બીટના રાતડી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરનાર એક ઇસમને ઝડપી પાડ્યો


પોરબંદર વનવિભાગે ગેરકાયદેસર ખનન કરનાર એક ઇસમને ઝડપી પાડયો

૨ લાખ રૂપિયાનામુદામાલ માં બેલા પથ્થર કટિંગ કાપવાની ચકરડી,ઇલે. મોટર જેવા યંત્રો જપ્ત કર્યા.

ગોસા(ઘેડ):પોરબંદર ના બરડા ડુંગર માં પર્યાવરણ અને *પ્રકૃતિ ને નુકશાન નુકસાન મહોચડનાર અને ગેર કાયદેસર રીતે પથ્થર કટિંગ કરી ખનન કરતા રાતડી જંગલ વિસ્તારમાંથી પોરબંદર વન વિભાગે પેટ્રોલિંગ દરમ્યાન એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વન વિભાગની પ્રેસ યાદી માં જણાવ્યા મુજબ પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા એ. એસ. એફ. શુશ્રી રાજલબેન પાઠકના સિધ્ધા માર્ગદર્શન હેઠળ આર. એફ. ઓ. મલય મણિયારની ટીમ દ્વારા તા. ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ પેટ્રોલિંગ હતા. તે દરમ્યાન પોરબંદર* ના બરડા વિસ્તારના રાણાવાવ રેંજના વિસવાડા રાઉન્ડની કાંટેલા બીટના રાતડી જંગલ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે પ્રવેશ કરી બેલા પથ્થરનું ખનન કરનાર પુંજા લાખા કેશવાલા નામના ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો. અને ભારતીય વન આધિનિયમ ૧૯૨૭ની કલમની જોગવાઈ મુજબ અંદાજીત રૂ. ૨ લાખ નામુદામાલ માં બેલા પથ્થર કાપવાની ચકરડી અને મોટર જેવા યંત્રો જપ્ત કરવામાં આવેલા અને આ ગુનો કરનાર પુંજા લાખા કેશવાલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં અધિકારીઓ/ કર્મચારી માં ડી. સી. એફ.લોકેશ ભારદ્વાજ તથા એ. એસ. એફ. શુશ્રી રાજલબેન પાઠક, તથા આર. એફ. ઓ. મલય મણિયારની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટ:- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image