ગાંધીનગર જીલ્લાના નાનાં ચિલોડા ખાતે આવેલા સેવાભાવી સંસ્થા નાગલધામ ગ્રુપની સેવાઓ વિશે જાણો.
ગાંધીનગર જિલ્લાના નાનાં ચિલોડા ખાતે, સીએનજી પંપ પાછળ , શ્રીનાથ શોપીંગ સેન્ટરના પહેલા માળે ઓ બ્લોક માં 103 નંબર ધરાવતી નાગલધામ ગ્રુપ ની ઓફીસ આવેલ છે.નાગલધામ ગ્રુપ એક સેવાભાવી સંસ્થા છે કે જે કોઈ પણ પ્રકારનું દાન લીધા વગર જ નીચે પ્રકારની સેવા આપે છે.આ નાગલધામ ગ્રુપની સ્થાપના 2003 માં કરવામાં આવી હતી જેના પ્રમુખ નવઘણ ડી.મુંધવા છે.મફત અને નિસ્વાર્થ ભાવે સેવા આપતી નાગલધામ ગ્રુપ ને વીસ વર્ષ પુર્ણ કર્યા છે.
નાગલધામ ગ્રુપ નીચે પ્રકારની નિસ્વાર્થ ભાવે સેવા આપે છે.
આ સંસ્થા નો એક ખાસ નિયમ એ છે કે એ કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારતા નથી અને લોકોને ખાસ સુચના કરી દાન નહીં આપવાનું કહેવામાં આવે છે.
૨૦ વર્ષ થી સેવામાં અગ્રેસર...
પ્રમુખ અને કારોબારી સભ્યોએ નિઃસ્વાર્થ સેવા એજ લક્ષ ને ધ્યાને રાખીને ચાલતા આ નાગલધામ ગ્રુપે તેના ૨૦ વર્ષ પૂર્ણ કર્યા.
(1) ઉનાળામાં મીનરલ વોટરની સાર્વજનિક પરબ,
(2) ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા તથા ટ્રાફિક પોલીસોને લસ્સી વિતરણ,
(3) વિધવા બહેનોને સાડી, અનાથ બાળકોને સ્કૂલ બેગ તથા ભીક્ષુકગૃહમાં કપડાનું વિતરણ, ગરીબોને ૧૦ કિલો. નો પેકેટ એવા ૨૫૦ વ્યક્તિને અનાજ વિતરણ,
( 4) ગીયોડ અંબાજી જતાં પદયાત્રીઓ માટે ચા-નાસ્તો તથા સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.
(5) સમૂહલગ્ન આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બ્લડ શિબીર કેમ્પ આયોજન.
(6) શિયાળામાં ધાબળાનું વિતરણ તથા માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓને સહાય
(7) માજી. સૈનિકોનું સન્માન તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ
(8) સમાજના તેજસ્વી તારલાનું તથા સરકારી નોકરીમાં નિમણૂંક પામેલ કર્મચારીઓનુ સન્માન,.
(9) અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજ માટે રહેવા તથા જમાવાની સુવિધા,
(10) મા-બાપ વિહોણી દીકરીના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ વ્યવસ્થા.
(11) ગુજરાતમાં દુષ્કાળગ્રત વિસ્તારમાં ગાયોને ઘાસચારાની સેવા.
(12) ભરવાડ સમાજ માટે નાગલધામ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન.
(13) નાગલધામ અન્નક્ષેત્ર, નાગલધામ ગ્રુપની દિવાલ તથા પૂર પીડિતોને સહાય
(14) ટીફીન સેવા (ભૂખ્યાને ભોજન) નરોડા-ચિલોડા.
ઉપરોક્ત પ્રકારની તમામ સેવાઓ નાગલધામ ગ્રુપ નિઃસ્વાર્થ ભાવે અને મફત સેવા આપે છે.
આ નાગલધામ ગ્રુપ નાં સભ્યો રસ્તા માં વાહનની અડફેટે આવી મરણ પામનાર પશુઓના મૃતદેહો જાતે જ ઉઠાવી તેની દફનવિધિ કરે છે,જે એક સમાજને હિતકારી કાર્ય છે.આવા જ એક પશુની (દફનવિધિ) નાગલધામ ગ્રુપના સભ્ય મહેશભાઈ ધીરુભાઈ જાડા દેવધરી દ્વારા કરવામાં આવી હતી. વાહન અકસ્માતે મૃત્યુ પામેલા શ્વાનની દફનવિધિ કરવામાં આવી હતી.
સૌરાંગ ઠક્કર
અમદાવાદ
બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.