શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રા.શાળા નં-૨ ના ૨ શિક્ષકો વય મર્યાદા સેવા નિવૃત્ત થતા જૈન મુનિ ડો સુપાશ્રય મહારાજ સાહેબ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાઈ ગયો  - At This Time

શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રા.શાળા નં-૨ ના ૨ શિક્ષકો વય મર્યાદા સેવા નિવૃત્ત થતા જૈન મુનિ ડો સુપાશ્રય મહારાજ સાહેબ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાઈ ગયો 


દામનગર નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક .શાળા નંબર.૨ ના ૨ શિક્ષકો વય મર્યાદા સેવા નિવૃત્ત થતા જૈન મુનિ ડો સુપાશ્રય મહારાજ સાહેબ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાઈ ગયો.     

 સરકારશ્રીના નિયમો મુજબ શ્રીમતી નર્મદાબેન માધવરાવ સવાણી પે.સે.શાળા નંબર.૨ દામનગરમાં ફરજ બજાવતા શિક્ષકો સર્વ શ્રી વિનુભાઈ કાકડીયા ( ૩૮ વર્ષની નોકરી ),અને ભનુભાઈ ધોળકિયા ( ૩૬ વર્ષની નોકરી ) વય મર્યાદા ને હિસાબે નિવૃત્ત થતા તા.૧૮ - ૧૦ ને મંગળવારે દામનગર શહેરમાં બિરાજમાન જૈન મુનિ ડો સુપાશ્રય મહારાજ સાહેબ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આશીર્વચન અને પ્રાસંગિક ઉદબોધન સાથે   અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે આ શાળાના પૂર્વ આચાર્ય ચીમનભાઈ લાઠીગરા, સંજયભાઈ તન્ના સહિત સામાજીક સ્વૈચ્છિક સંસ્થા ઓના કાર્યકરો એ હાજરી આપી પુસ્તક અને શિલ્ડ અર્પણ કરી શાલ ઓઢાડીને બંને શિક્ષકોનું અભિવાદન કરેલ. શાળાના આચાર્ય લાભેશભાઈ રાશિયાએ સ્વાગત વિધિ થી સૌને આવકાર્યા હતા. બંને શિક્ષકોએ ફરજ દરમ્યાનના અનુભવો નું વર્ણન કરતી સમયે ગદગદિત થઈને શિક્ષણ વિભાગનો આભાર માનેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક મહેશભાઈ ચૌહાણે શાળાની પ્રગતિ સાથે શાળા પરિવાર અને હાજર રહેલ સૌનો આભાર વ્યક્ત કરેલ. 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.