સરપંચ સહિતના લોકો સામે વ્યાજખોરીનો આક્ષેપ કરી કારખાનેદારે ઝેરી દવા ગટગટાવી : સારવારમાં - At This Time

સરપંચ સહિતના લોકો સામે વ્યાજખોરીનો આક્ષેપ કરી કારખાનેદારે ઝેરી દવા ગટગટાવી : સારવારમાં


સોખડાના સરપંચ સહિતના લોકો સામે વ્યાજખોરીનો આક્ષેપ કરી કારખાનેદારે ઝેરી દવા ગટગટાવી હતી. જે હાલ સારવારમાં છે. રાજકોટના સાત હનુમાન પાસે બંગળીના પાઈપનું કારખાનું ધરાવતા રમેશભાઈ ડાભીએ વીડિયો ઉતારી પગલું ભર્યું હતું. કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ, રમેશભાઈ ભીમજીભાઈ ડાભી (ઉ.વ.50, રહે. સાત હનુમાન મંદિર પાસે, સોખડા રોડ, રાજકોટ)એ પોતાના કૈલાસ મીણ નામના કારખાનામાં ઝેરી દવા પી લેતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવેલ. અહીં તે સારવાર હેઠળ છે.
પગલું ભરતા પહેલા રમેશભાઈએ એક વીડિયો બનાવ્યો છે. જેમાં સોખડાના સરપંચ સહિતના સામે આક્ષેપ કર્યો છે. લોક ડાઉન પછી આર્થિક સ્થિતિ બગડી હતી જેથી રૂપિયા વ્યાજે લીધા હોવાનો ઉલ્લેખ છે. હવે તેનું કારખાનું પણ ઓછી કિંમતમાં વેચાય ગયું હોય સંતાનોનું શુ થશે અને વ્યાજખોરો ઉઘરાણી કરતા હોવાનું વીડિયોમાં કહી રહ્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image