પોલીસ પર હુમલો કરનાર માજિદ ભાણુ અને રાજા પઠાણના મકાન તોડી પડાયાં - At This Time

પોલીસ પર હુમલો કરનાર માજિદ ભાણુ અને રાજા પઠાણના મકાન તોડી પડાયાં


માજિદની નજર સામે પોલીસે મકાન અને ભીસ્તીવાડમાં ઇસુભા દલની છ ઓરડી પર બુલડોઝર ફેરવી દીધું

બેકાબૂ બનેલા ગુનેગારો પર અંકુશ લગાવવા પોલીસવડાના આદેશ બાદ રાજકોટ પેાલીસે 765 ગુનેગારોની યાદી તૈયાર કરી તેની સામે ઝુંબેશ શરૂ કરી હતી. શરૂઆતમાં જંગલેશ્વરમાં ડ્રગ્સનો ધંધો કરતી કુખ્યાત પેડલર રમાના મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું. બાદમાં પોલીસ પર બે-બે હુમલા સહિતના એક ડઝન જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામીચા માજિદ રફિકભાઇ ભાણુને સાથે રાખી તેની નજર સામે જ તેના ભીસ્તીવાડના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તેમજ તેના સાગરીત ઇસુભાની પણ છ ઓરડીઓ તોડી પાડવામાં આવી છે. જ્યારે યુનિવર્સિટી પોલીસે નાણાવટી ચોક પાસે રહેતો નામચીન અફઝલ ઉર્ફે રાજા બાબાખાન પઠાણના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અફઝલ ઉર્ફે રાજા હત્યા, મારામારી સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું બહાર અાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image