મુઓ મસાણે વખણાય ગૌરવપથ વિકાસપથ બનાવનાર વિવેકપથ ભૂલી રહ્યા છે ૧૯૬૧ થી સાંસદ ભોગીલાલ શાહ નું વિચાર બીજ કલ્પસર માત્ર કાગળ ઉપર ની કલ્પના ૮૪ કરોડ સર્વે માટે ૧૪૮૮૫ કરોડ ની ફાળવણી ક્યાં વપરાય ? નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો નો રિપોર્ટ ૪ લાખ ખેડૂતો ના આપઘાત આ છે ખેડૂત સન્માન ?
મુઓ મસાણે વખણાય
ગૌરવપથ વિકાસપથ બનાવનાર વિવેકપથ ભૂલી રહ્યા છે
૧૯૬૧ થી સાંસદ ભોગીલાલ શાહ નું વિચાર બીજ કલ્પસર માત્ર કાગળ ઉપર ની કલ્પના ૮૪ કરોડ સર્વે માટે ૧૪૮૮૫ કરોડ ની ફાળવણી ક્યાં વપરાય ?
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો નો રિપોર્ટ ૪ લાખ ખેડૂતો ના આપઘાત આ છે ખેડૂત સન્માન ?
ટસલી આંગળી માંથી એક ટીપું લોહી લેબ માં પણ ન આપી શકતા નફ્ફટ નેતા ઓ ત્યાગ બલિદાન આપનાર અલંકૃત આગેવાનો વિશે અભદ્ર ટીકા કરે ? જે થાળી માં ખાધું તેમાં જ થુકવાનું ? જે શાળા કોલેજો માં ભણ્યા ગણ્યા જે હોસ્પિટલો માં સારવાર લીધી જે એસટી રેલવે માં મુસાફરી કરી તે કોની દેન ?
ગુલામી ના ગુગળામણ થી આઝાદી ના ઉજાસ સુધી દોરી જનાર અસંખ્ય મહા માનવો ક્રાંતિકારી મહા મુત્સદી એ રાષ્ટ્ર માટે કંઈ કર્યું જ નથી ? ૧૯૪૭ માં ૨૦ ગ્રામડાં માં વીજળી હતી ૨૦ શાસક રાજા પાસે ટેલિફોન હતા પીવા ના પાણી માટે ૧૦ નાના કાચા ડેમ હતા ખોરાક પાણી આરોગ્ય રસ્તા કપડાં શિક્ષણ વ્યવસ્થા નહિ પણ ભૂખમરી જેવી હાલત બાળમૃત્યુ દર સ્ત્રી મૃત્યુ દર ઉપરાંત અસાધ્ય રોગ ની કોઈ રસી નહોતી સામે કોઈ મોટી હોસ્પિટલ નહિ સરહદ ના સીમાડે ઓછો સેન્ય સ્ટાફ માત્ર ૪ વિમાનો ૨૦ ટેન્ક મોટા કોઈ પુલ રસ્તા નહિ તિજોરી ખાલી આવી કપરી સ્થિતિ માં દેશ ની શાશન ધૂરા પંડિત નહેરુ અને સરદાર વલ્લભભાઈ જેવા મહામાનવો એ સભાળ્યું હતું આજે જે નર્મદા ડેમ નું પાણી પી તૃપ્તિ મેળવી એ છીએ એ કોની દેન છે ?
મુઓ મસાણે વખણાય એ કહેવત હાલ ના નફ્ફટ નેતા ઓ ખોટી પાડી રહ્યા છે સ્વર્ગે સિધાવેલ વ્યક્તિ ના ગુણ કરતા અવગુણ વધારે ગવાઈ છે જે તે સમયે જેના જન્મ કે હયાતી તો શું આગમન ના ઍધાણ પણ ન હોય તેવા હરામી ઓ અલંકૃત કરી શકાય તેવા મહામાનવો વિશે અભદ્ર ટીક્કા ઓ કેવી રીતે કરી શકે ? બળદ ગાડા જેવા અર્થ તંત્ર ને જેટ પ્લેન ગતિ આપનાર પાંજરે પુરાયેલ વાઘ ને પૂર્ણ શક્તિ બક્ષી જતા મહામાનવો એ કઈ કર્યું નથી પાકિસ્તાન ના બે ટુકડા કોણે ક્યાં ? ખાદ્ય અને ખનીજ નિકાસ ક્ષેત્રે પહેલ કોણે કરી ? બેંકો નું રાષ્ટ્રીય કરણ કોમ્પ્યુટર પરિચય નોકરી ઓનું સર્જન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશ્વ ની સૌથી મોટી ૧૦ મી અર્થ વ્યવસ્થા મંગળયાન મોનોરેલ મેટ્રો રેલ ઇન્ટરમેશનલ એરપોર્ટ પૃથ્વી અગ્નિ નાગ જેવી મિસાઈલો ન્યુકિલયર સબમરીન સહિત માહિતી નો અધિકાર ૧૮ વર્ષે મતાધિકાર અન્ન સુરક્ષા રોજગાર ગેરેન્ટી કોઈ સ્મારક સ્મૃતિ ઓના નામ નથી બદલ્યા વગર આ બધું કર્યું
રાજ્ય સભા અને લોકસભા માં ૨૯ નવેમ્બર ૨૦૨૧ થી કાલે કાનૂન તરીકે ઓળખાતા ખેડૂતો આંદોલન પછી પરત ખેંચવા પડેલ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયા ના આંકડા પ્રમાણે સને ૧૯૯૫ થી ૨૦૧૪ સુધી માં ૨.૯૬૪૩૮ ખેડૂતો એ આપઘાત કર્યો ૯ ઓગસ્ટ થી ૧૧ ડિસેમ્બર સુધી ચાલતા આંદોલન માં ચાર લાખ ને પાર પહોંચી ચુક્યો આ આંકડો સને ૧૯૬૧ થી સાંઢિયા ના હોઠ જેમ લબડતી કલ્પસર નો સાંસદ ભોગીલાલ શાહ ના પ્રસ્તાવ પછી સને ૧૯૬૨ માં ડચ ની નેડેકો વિચાર બીજ પછી ૧૯૬૯ માં ગેજેટ માં જાહેરાત ૧૯૮૯ હાસ્કોનિગ ના પ્રાથમિક અને શકયતાદર્શી અહેવાલ ૧૯૯૯ માં વિશિષ્ટ અભ્યાસ ૨૦૦૨ માં તત્કાલીન મુખ્ય મંત્રી મોદી એ ૮૪ કરોડ અહેવાલ માટે મંજુર કર્યા ૨૦૦૩ માં કલ્પસર વિભાગ રચાયો કલ્પસર સમિતિ સમિતિ બની નવલાવાલા સમક્ષ રજૂઆતો બેઠકો સમીક્ષા પુખ્ત વિચારણા ઓ સગોષ્ટિ ઠરાવો પથરેખા પછી દર વર્ષે કોઈ ને કોઈ રીતે આ યોજના પાછળ સર્વે અહેવાલો નિરીક્ષણો પરીક્ષણો થતી રહી ફરી મોદી સાથે વર્ષ ૨૦૧૨ માં મીટીંગ વર્ષ ૨૦૧૭ રૂપાણી ને રજૂઆતો વર્ષ ૨૦૧૮ માં ૧૪૮૯૫ કરોડ ની ફાળવણી પછી કલ્પસર યોજના માત્ર કાગળ પર ની કલ્પના બની ગઈ અનેક રીતે બહુહેતુલ આ યોજના સાકાર થાય તો પૃથ્વી ઉપર સર્વગ રચાય શકે તેમ છે સૌથી મોટું મીઠા પાણી નું સરોવર વીજ ઉત્પાદન થાય કૃષિ ક્ષેત્રે ક્રાંતિ તેને સંલગ્ન અનેક આડ પેદાશો તેનું વેચાણ નિયમન પ્રક્રિયા પશુપાલન ડેરી ઉદ્યોગ પરિવહન સુરત સૌરાષ્ટ્ર નું અંતર ઘટે રોજગારી હુન્નર કૌશલ્ય જગત ની સૌથી મોટી અર્થ વ્યવસ્થા બને તેવા પુષ્ઠ ભૂમિ બનતા ગુજરાત ને કોઈ રોકી શકે નહીં પણ મોટી યોજના ઓના નામ બદલી પોતા ની વાહવાહી કરવી હોય તેને શું ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા એ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન કોણે શરૂ કરી ક્યાં થી તેનો પ્રારંભ થયો ? જાણો છો મનમોહન સરકારે શરૂ કરેલ યોજના ના સ્ટીકર બદલી દેવાયા છે હમણાં વલસાડ માં લોકાર્પણ એમ્બ્યુલન્સ ફરી સ્ટીકર બદલી નવસારી અને સુરત માં ફરી લોકાર્પણ કરાયું પણ પાસિંગ બદલવા નું ભૂલતા ભાંડો ફૂટ્યો હતો
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.