ગારીયાધારનાં પરવડી બ્રાન્ચ શાળાનાં શિક્ષકોનુ માથાસર (નર્મદા જિલ્લો) ગામના લોકો દ્વારા લાંગણી સભર સન્માન કરાયું
પરવડી બ્રાન્ચ શાળા ના શિક્ષકો નુ માથાસર ( નર્મદા જિલ્લો ) ગામના લોકો દ્વારા લાંગણી સભર સન્માન કરાયું.
ગારીયાધારનાં પરવડી બ્રાન્ચ શાળા ના મ.શિ. શ્રી કલ્પેશભાઈ જી.ચુડાસમા કે જેવો ૨૦૧૦ માં નર્મદા જિલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં આવેલા માથાસર ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા હતા.
કલ્પેશભાઈ ની નિષ્ઠા તથા ગુજરાત રાજ્ય ના છેવાડા ના પછાત વિસ્તારના બાળકો અને લોકો પ્રત્યે ની લાગણી તથા બાળકો અને લોકો ના ઉથાન માટે કરેલ પ્રયત્નો જે ખરેખર ઉત્તમતા નુ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
શિક્ષકો અને બાળકો તથા ગ્રામજનો વચ્ચે નો સબંધ એ બાળકો ના વિકાસ અને જીવન ઘડતર માટે નું મહત્વનું પરિબળ છે.
ત્યારે શ્રી કલ્પેશભાઈ ચુડાસમા દ્વારા માથાસર પ્રાથમિક શાળા ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.
કલ્પેશભાઈ આવ્યા છે તેવા સમાચાર મળતા ની સાથે જ દુર - દુર ડુંગરો માં વસતા બાળકો અને ગ્રામ જનો " ગુરુજી " ને મળવા માટે ઉમટી પડ્યા હતા...
અને ગામમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા..
માથાસર ગામના સરપંચ શ્રી સોમાભાઈ વસાવા, શ્રી સિંગાભાઈ ,જેનતીભાઈ વસાવા, સોમાભાઈ વસાવા ( મ.ભો.યો. સંચાલક ) , સુનિલભાઈ વસાવા, રાયસિંગભાઈ વસાવા, ઝીણાભાઈ વસાવા તથા વિધાર્થીઓ અને ગ્રામજનો દ્વારા શ્રી કલ્પેશભાઈ ચુડાસમા તથા સાથે આવેલ.
શ્રી પરેશકુમાર જી.હિરાણી ( મ.શિ. શ્રી પરવડી બ્રાન્ચ શાળા )
શ્રી મનોજકુમાર એન.લિયા ( મ.શિ. શ્રી પરવડી બ્રાન્ચ બ્રાન્ચ )
શ્રી રાજેશકુમાર સોલંકી ( મ.શિ. શ્રી સરંભડા પ્રા.શાળા )
તથા વિક્રમભાઈ ચાવડા ( કરમદિયા ) નો ભવ્ય સન્માન સમારોહ યોજી સન્માન કરવામાં આવ્યા..
શ્રી કલ્પેશભાઈ દ્વારા હૃદયસ્પર્શી , જુની યાદો ને વાગોળી વકતવય આપવામાં આવ્યુ
સરપંચ શ્રી દ્વારા કલ્પેશભાઈ અને સાથે પધારેલ તમામ મિત્રો ને આવકારેલ તથા અભિનંદન પાઠવેલ..
શ્રી કલ્પેશભાઈ ચુડાસમા દ્વારા માથાસર ગામના દરેક ગ્રામજનો માટે ભોજન સંભારભ નુ આયોજન કરી બધા ને જમાડી આનંદ ની લાગણી વ્યકત કરેલ.
રીપોટર-અશોક ચૌહાણ
જેસર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.