૧૦૦ જેટલા દેશી ગાય ધરવતા પશુપાલકોને અમુલ દાણ અપાયુ
*ખેડબ્રહ્મા ખાતે પશુ પાલન દિવસની ઉજવણી કરાઇ*
*****
*૧૦૦ જેટલા દેશી ગાય ધરવતા પશુપાલકોને અમુલ દાણ અપાયુ*
****
સાબરકાંઠા જિલ્લામાં પશુ સંશોધન કેન્દ્રના ઉપક્રમે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી,કૃષિ પોલિટેકનિક,ખેડબ્રહ્મા ખાતે પશુ પાલન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આચાર્યશ્રી ડૉ. જે.આર. પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુપશુપાલનમાં આવતા પ્રશ્નો અને તેનું નિરાકરણ અર્થે વિસૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.વધુમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો જિલ્લામાં વ્યાપ વધે તેમજ રોગ મુક્ત અને તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.ટીએસપી યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં એ.આઈ.સી.આર.પી ઓન કેટલ આઈ.સી.એ. આર.(ટ્રાયબલ સબ પ્લાન ) યોજના હેઠળ એસ.ટી. કેટેગરીના ૧૦૦ જેટલા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા પશુપાલકોને પ્રતિ પશુપાલક દીઠ ૧૦૦ કિલો અમુલ પાવર દાણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંશોધન વૈજ્ઞાનિક શ્રી ડૉ.એચ.એસ .પંચાસરા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડૉ. બી. એસ.રાઠોડ, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિ. કે. પટેલ, વનબંધુ પોલિટેકનિક ખેડબ્રહ્મા આચાર્યશ્રી, અધિકારીશ્રીઓ , સ્ટાફ તેમજ પશુપાલકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
****
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.