ક્ષત્રિય યુવા સંગઠન દહેગામ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અમરાજી ના મુવાડા ગામમાં સપથ લેવડાવ્યા
સમસ્ત ગુજરાતમાં ભાજપ નેતા પુરષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદન અંગે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે દહેગામ ના અમરાજીના મુવાડા ગામમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા જો ભાજપ પુરષોતમ રુપાલા ની ટિકિટ રદ નહિ કરે તો ગામમાં ભાજપ ને વોટ નહિ આપવાના સપથ લેવડાવ્યા હતા જેમાં ગામના ક્ષત્રિય સમાજ ના યુવાનો દ્વારા સોગંધ લઇ ભાજપને વોટ નહિ આપવા અપીલ કરવામાં આવી હતી. દહેગામ ક્ષત્રિય સમાજ દ્વારા દહેગામ તાલુકાના તમામ ગામમાં જઈ રૂપાલા તેમજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આંદોલન ચલાવવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.