ઊંઝા તાલુકાના ભુણાવ અને દાસજ વચ્ચે અકસ્માત થતા ભુણાવ ગામના દેવીપૂજક રંજનબેનને ગંભીર ઈજાઓ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગતમોડી રાત્રે ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
ઊંઝા તાલુકાના ભુણાવ અને દાસજ વચ્ચે અકસ્માત થતા ભુણાવ ગામના દેવીપૂજક રંજનબેનને ગંભીર ઈજાઓ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગતમોડી રાત્રે ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
ઊંઝા તાલુકાના ભુણાવ ગામના વતની દેવીપૂજક દશરથભાઈ જેઓ 22/05/24ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યાની આસપાસ ભુણાવ ગામથી દાસજ તરફ પોતાના પરિવારને લઈને ત્રણ ટાયર વાળી પેન્ડલ સાયકલ લઈને જઈ રહ્યા હતા. એ દરમિયાન ભુણાવ તરફથી એક બાઈકચાલક પૂરપાટ ઝડપે અને ગફલતભર્યું હંકારી આવ્યો હતો અને સાયકલને પાછળના ભાગે અથડાયું હતું. જેમાં સાયકલમાં સવાર દેવીપૂજક અંજનાબેન અને તેના બે બાળકો સાથે રોડ ઉપર ફંગોળાઇ નીચે પડ્યા હતા.આ અકસ્માત થતા આજુબાજુ લોકો ભેગા થઇ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બયુલન્સને કોલ કરતા ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં આગળ પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, પરંતુ જમણાં પગના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને અન્ય શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં વધુ સારવાર અર્થે વડનગર સિવિલમાં ખસેડ્યા હતા.
વડનગર સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર અર્થે છેલ્લે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોકટરે જણાવ્યું હતું કે જમણા પગના ગુંઠણના ભાગે ગંભીર ઈજાઓ થતા ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું અને ગળાના ભાગે પણ ફ્રેક્ચર જણાયું હતું. શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઇ હતી આ અકસ્માતની ઘટનાને લઈને ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ઊંઝા પોલીસ સ્ટેશનના દાસજ બીટ જમાદાર ભાવિકભાઈ ચૌધરીએ તપાસ કરી અને રંજનબેન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અર્ધબેભાન અવસ્થામાં હતા.જેમાં તેમના પિતા દેવીપૂજક રમેશભાઈ નથાભાઈને પુછપરછ કરી બાઈકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાં બાઈક નંબર GJ-02-CH-4045 ઊંઝા પોલીસે બાઈકચાલક વિરુદ્ધ આઈ.પી.સી.297, 337, 338, 177, 184, મુજબનો બાઈકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.