આજે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા રેલ્વે ફાટકના પ્રશ્ને સિહોર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું
સિહોરના અમદાવાદ રોડ પર આવેલા ઘાંઘળી રેલ્વે ફાટક પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાનું ડાયવર્ઝન છેક રંગોલી ચોકડી પાસે આપવામાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાહનચાલકો, મુસાફરો તથા રોલિંગમિલ અને GIDC સાથે સંકળાયેલા વાહનોને ખૂબ હેરાન ગતી થતી હોવાથી સિહોર શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સિહોર મામલતદાર શ્રીને રજૂઆત કરીને આ ડાયવર્ઝન રદ કરી નેસડા ફાટક ખુલ્લું કરીને વાહનચાલકો અને જનતાને પડતી મુશ્કેલી દૂર કરવા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સી.કે.પટેલ,પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ પ્રમુખ અમિતભાઈ લવતુકા, ધીરુભાઈ ચૌહાણ, કિરણભાઈ ઘેલડા, સતારભાઈ સૈયદ જીતુભાઇબોરીચા ઇમરાનસોરઠીયા,યુવરાજ રાવ, નૌશાદ કુરેશી, જીતુભાઈ ઉપાધ્યાય,રાજુભાઈ ગોહિલ, માનસંગ ડોડીયા,રફિકભાઈ મમ્માણી, જયદીપ વાઘેલા,રાહુલ જોગરાણા,નટુભાઈ ત્રિવેદી,વિપુલભાઈ ત્રિવેદી, ઈલિયાસભાઈ વગેરે કાર્યકરો હાજર રહ્યાં હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
