પોરબંદરના વિકાસના ડબલ એન્જિન!
પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો ડો. મનસુખભાઈ માંડવીયા અને અર્જુનભાઈ મોઢવાડિયાએ ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક લીડ સાથેની ભવ્ય જીત મેળવી છે અને ગઈકાલે કેન્દ્રના કેબિનેટમાં ડો. મનસુખભાઈ માંડવીયાએ ફરીવાર સ્થાન મેળવ્યું છે. તો બીજી બાજુ ગુજરાતના મંત્રીમંડળમાં થનાર ફેરફારમાં પણ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને મંત્રી તરીકે સમાવવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે ત્યારે પોરબંદરના વિકાસના આ ડબલ એન્જિનરૂપી બંને નેતાઓ ઉપર મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે તે સાર્થક ઠરશે અને પોરબંદરમાં નવા નવા ઉદ્યોગોનું આગમન થશે તથા ટુરીઝમ ક્ષેત્રે પણ પોરબંદર નો શ્રેષ્ઠતમ વિકાસ થશે તેવી આશા અપેક્ષાઓ લોકો રાખી રહ્યા છે
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.