ગારીયાધારના ભમરીયા ગામે વીજ પ્રવાહથી નિલગાયનુ મરણ થતાં એક ઈસમને ઝડપી પાડી રિકવરી પેટે વસુલ કરી જામીન મુક્ત કરતી :રેન્જ ફોરેસ્ટ ગારીયાધાર
ગારીયાધાર તાલુકાનાં ભમરીયા ગામે વન્યપ્રાણી નીલગાય જીવ-૧ નું વીજ પ્રવાહથી મૃત્યુ થયાની શ્રી બી.જે. દેવમુરારી, રાઉન્ડ ફોરેસ્ટર રેપીડ એક્શન ફોર્સને મળેલ બાતમીને આધારે સુ.શ્રી જે.એન શેતરણીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગારીયાધારના ના માર્ગદર્શન હેઠળ ભમરીયા ખાતે તપાસ અર્થે જતા મનસુખભાઇ માવજીભાઇ મેરૂલીયા રહે.ભમરીયાએ પોતાની માલીકીની વાડીમાં વીજ પ્રવાહ પસાર કરી પોતાના પાક રક્ષણ માટે કરેલ ફેન્સીંગ તારમાં વીજ પ્રવાહ પસાર કરી નીલગાય ૧-૧નું મૃત્યુ નિપજાવેલ હોય જે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ મુજબ ગુનો બનતા જે ગુનો આરોપી મનસુખભાઇ માવજીભાઇ મેલીયાએ કબુલ કરેલ કરતા જે સબબ કાર્યવાહી કરતા આરોપી પાસેથી ૩.૩૨૦૦૦ એડવાન્સ રીકવરી પેટે વસુલ કરી આરોપીને જામીન મુક્ત કરેલ
આ કામગીરીમાં સુ.શ્રી જે.એન. શૈતરણીયા - રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગારીયાધાર, શ્રી બી.જે. દેવમુરારી - રાઉન્ડ ફોરેસ્ટર રેપીડ એક્શન ફોર્સ, સુ.શ્રી આર,એમ. બારૈયા - વનરક્ષક રેપીડ એક્શન ફોર્સ તથા શ્રી બી.એચ. ચુડાસમા - વનરક્ષક રૂપાવટી તથા શ્રી રમેશભાઇ સોલંકી - ટ્રેકર જોડાયેલ
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.