હિંમતનગર ખાતે રાજા રામમોહન રાયની ૨૫૦મી જન્મ જયંતિ નિમિત્તે “મહિલા સશક્તિકરણ અંગેની જાગૃતિ રેલી” યોજાશે
હિંમતનગર ખાતે રાજા રામમોહન રાયની ૨૫૦મી જન્મ જયંતિ નિમિત્તે “મહિલા સશક્તિકરણ અંગેની જાગૃતિ રેલી” નું પ્રસ્થાન જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા કરવામાં આવશે.
શ્રી રાજા રામમોહન રાયની ૨૫૦મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા અને સરકારી જિલ્લા પુસ્તકાલય હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણનો સંદેશો આપતી જાગૃતિ રેલી તારીખ ૩ સપ્ટેમ્બર શનિવારે સવારે ૯:૦૦ કલાકે યોજાશે.
મહિલા સશક્તિકરણનો સંદેશો આપતી આ રેલીમાં હિમ્મત હાઇસ્કુલ હિંમતનગરની અંદાજિત ૨૫૦ જેટલી વિદ્યાર્થિનીઓ જોડાશે.આ રેલી હિંમત હાઇસ્કુલથી જૂની સિવિલ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન થઈ હિંમત હાઇસ્કુલ પરત ફરશે.એમ સરકારી જિલ્લા પુસ્તકાલય ,હિંમતનગરની અખબારી યાદીમાં જણવાયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.