આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધનસુરામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ
ધી ધનસુરા પ્રદેશ એજયુકેશન સોસાયટી સંચાલિત ધી ડીપીસીબીએલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધનસુરા 40મા વાર્ષિકોત્સવ નું આયોજન પ્રિ . ડો.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ જેમાં સંચાલક મંડળના પ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર મેહતા, ઉદઘાટક તરીકે અરવલ્લી જિલ્લા કલેક્ટર સુ શ્રી પ્રશસ્તિ પારીક બેન મુખ્ય મેહમાન તરીકે સુ શ્રી અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સુ શ્રી શેફાલી બરવાલ બેન તથા અતિથિ વિશેષશ્રી તરીકે ખેડૂત અગ્રણી, દોલપુરકંપાના અગ્રણી શ્રી ભાવેશભાઈ ડાહ્યાભાઈ પટેલ , ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી અનિલ ભાઈ શાહ, મંત્રી શ્રી અતુલભાઈ બ્રહ્મભટ તથા શ્રી મહેન્દ્ર ભાઈ શાહ , શ્રી રજનીકાંત ભાઈ શાહ, શ્રી કિરીટભાઈ શાહ , શ્રી ભાવેશ ભાઈ શાહ , દિનેશ ભાઈ પટેલ તથા મેહુલભાઈ શાહ હાજર રહ્યા હતા , આ પ્રસંગે દીપ પ્રાગટ્ય આચાર્ય શ્રી તથામહેમાન શ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીક બેન તથા આઇ પી એસ શ્રી શેફાલી બરવાલ વિધાર્થીઓ ને પ્રેરણાદાયી વકતવ્ય આપ્યાં હતા તથા નશા અને ગુનાહિત પ્રવૃત્તિઓ થી દૂર રહેવા જણાવ્યું હતું , મહેમાન શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા આ પ્રસંગે પાંચ લાખ રૂપિયા નું અનુદાન કોલેજ વિકાસ અર્થે કર્યું હતું આચાર્ય શ્રી દ્વારા કોલેજમા આ વર્ષ દરમિયાન કરેલ પ્રવૃત્તિઓનો અહેવાલ આપવા આવ્યો હતો તથા અરવલ્લી જિલ્લામાં આર્ટ્સ માં જી એસ આઈ આર એફ માં ફોર સ્ટાર મેળવવાં બદલ સમગ્ર સ્ટાફ તથા સંચાલક મંડળના આભાર દર્શાવ્યો હતો નિવૃત્ત પ્રા. પલવી બેન ત્રિવેદી, પ્રા . મનહર ભાઈ દેસાઈ તથા કનુ ભાઈ વણકરનું સન્માન કરવા માં આવ્યું હતુ, યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ આવનાર નેહા દરજી તથા જીસેટ પાસ કરનાર વિધાર્થી રણજીત તથા અલગ અલગ વિષયો માં પ્રથમ આવનાર વિધાર્થીઓ ને ચંદ્રકો આપી તેજસ્વી તારલાઓ નું સન્માન કરવા માં આવ્યું હતુ , જરૂરિયાતમંદ વિધાર્થીઓ ને ગરીબ વિધાર્થી ફંડમાં થી ચેક વિતરણ શ્રી અનિલભાઈ શાહ તથા શ્રી અતુલભાઈ બ્રહ્મભટ તથા આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતુ,વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને ચંદ્રકો તથા સર્ટિફિકેટ આપી સન્માનવા માં આવ્યા હતા, અંતે વિદ્યાર્થીઓ એ રંગારંગ કાર્યક્રમ મા ગરબા, રાસ , ડાન્સ તથા સમૂહગીત રજુ કર્યું હતું, સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રા. ડો. સી. આર પટેલ, પ્રા.ભારતી બેન ગાંવિત તથા સમગ્ર સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, ઉદ્દઘોષક તરીકે પ્રા. ભૂમિબેન વેડનાથાની તથા પારૂલબેન સોની4 દ્વારા કરવામાં આવ્યું હતું , સમગ્ર કોલેજ પરીવાર તથા વિધાર્થીઑ ઉત્સાહભેર તેમાં જોડાયા હતા
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
