સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો: ગરમીમાં રાહત
હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સવારનાં ભાગે સામાન્ય ઠંડક અનુભવાઈ હતી.જયારે ગઈકાલે રાત્રે પણ ઠંડો પવન ફુંકાયો હતો. જયારે ગત બપોરે મહત્તમ તાપમાન પણ-ઘટતા ગરમીમાં રાહત રહી હતી
ગઈકાલે બપોરે રાજકોટમાં 37.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.4,વેરાવળમાં 30.5, જયારે અમદાવાદ ખાતે 37.8, અમરેલીમાં 36.8, વડોદરામાં 35.8, ભાવનગર 34.8, ભુજમાં 36.3, દાહોદમાં 36.3, ડાંગમાં 36.9, ડિસામાં 36, તથા દ્વારકા ખાતે 29.1, દિવમાં 32.8, ગાંધીનગરમાં 36.5, કંડલામાં 34.4, અને નલિયા ખાતે 32.1, ડિગ્રી મહત્તમ તાપમાને નોંધાયું હતું.ઉલ્લેખનીય છે કે મહત્તમ તાપમાનમાં 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટયું હતું.
તેમજ જામનગર શહેરમાં આજે મહતમ તાપમાનનો 34.5 ડિગ્રી પહોંચ્યો હતો.જેનાથી સવારથી ગરમીનો અહેસાસ શરૂ થયો હતો.તો ભેજનું પ્રમાણ 93 ટકા નોંધાયું હતું.બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજ કાપ હોય શહેરીજનો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે મહતમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું તો લઘુતમ તાપમાન 21 ડિગ્રી જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93 ટકા નોંધાયું હતું.તો પવનની ગતિ પ્રતિકલાક 7.9 કિમિ રહી છે.એક તરફ ઉનાળાનો સૂર્ય તાપ સાથે ગરમીનો મ્હોલથી શહેરીજનો ઉકળાયા હતાં. બીજી તરફ પીજીવીસીએલ તરફ થી અનેક વિસ્તારોમાં વીજ કાપ હોવાથી પંખા, એસી બંધ રહ્યા હતા.
જેના લીધે ગરમીમાં લોકો પરસેવે રેબઝેબ થઈ ઉઠ્યા હતા. ગરમી સામે રક્ષણ આપે તેવા આરોગ્યને લાભદાયક ફળોની માંગમાં વધારો થયો છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93 ટકા રહેતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો હતો.મચ્છરોના ત્રાસથી શહેરીજનો ઉકળાયા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.