ભરૂચ બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં ડમ્પીંગ સાઈડ ચાલુ કરતાં સાઈડ બંધ કરાવવા સ્થાનિકો દ્વારા હોબાળો
ભરૂચ નગરપાલિકા દ્વારા મનુબર ચોકડી પાસે આવેલ બિલાલ પાર્ક સોસાયટી ની બાજુમાં આવેલા ફાઇનલ ટીપી પ્લોટ આવેલ છે આ પ્લોટ ભરૂચ બોડા દ્વારા ફાયર સ્ટેશન બનાવવા માટે રિઝર્વ રાખવામાં આવેલો આ પ્લોટ ઉપર ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના ભરૂચ શહેર ના તમામ વોર્ડ નો કચરો નાખવા માટે કલેકશન સેન્ટર ગેરકાયદેસર બનાવવા ખોદકામ શરૂ કરતા સ્થાનિક આજુબાજુ ની સોસાયટી ના નાગરિકો દ્વારા બિલાલ પાર્ક ઝમઝમ પાર્ક રહેમત પાર્ક ઇલાહી પાર્ક અહમદનગર આશિયાના તથા અન્ય સોસાયટી દ્વારા વિરોધ કરવામાં આવતા સ્થાનિક લોકો ની મદદ માટે આ વિસ્તાર ના આગેવાનો નવયુવાનો તમામ કાઉન્સિલરો હાજર રહીને ગેરકાયદેસર ચાલતી અને બનાવવમાં આવતી ડમ્પિંગ સાઈડ ને તાત્કાલિક બંધ કરાવવમાં આવેલી
વધુ મા આ વિસ્તાર મા ઘણી બધી સ્કૂલો પણ આવેલી છે જેમાં મુનશી વી.સી.ટી મહિલા સ્કૂલ તથા કોલેજ મુન્શી વિદ્યાલય તથા ઈકરા કોલેજ ઈકરા આઈ.ટી.આઈ વેલ્ફર હોસ્પિટલ વેલ્ફર સ્કૂલ હુસેનીયા વિદ્યાભવન માટલીવાલા અને અનેક સંસ્થા ઓ આવેલી હોય આ ડમ્પિંગ સાઈડ થી જે પ્રદુષણ ફેલાશે તેનાથી આ સંસ્થા ઓના બાળકોને પણ ગંભીર પ્રકારની બીમારી થવાનો ભય રહે છે જેથી તાત્કાલિક આ ડમ્પિંગ સાઈડ બનાવવા મા ના આવે તેવી આ વિસ્તાર ના લોકો ની માંગ છે
સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે
