લુણાવાડા નગરમાં પડેલા ખાડાઓને આમ આદમી પાર્ટીએ સ્વ ખર્ચે પુરવાનું ચાલુ કર્યું
મહીસાગર જિલ્લામાં વરસેલા વરસાદને પગલે લુણાવાડા નગર વિસ્તારમાં પડેલા ખાડાઓને આમ આદમી પાર્ટીએ સ્વ ખર્ચે પુરવાનું ચાલુ કર્યું હતુ.મહીસાગર જિલ્લામાં વરસેલા વરસાદને લઇને લુણાવાડા નગરના અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે. જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. માર્ગો ધોવાઈ જતા માર્ગો પર મોટા ખાડાઓ પડી ગયા હતા તેમજ આ માર્ગો પર પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે, આ માર્ગો પર પડેલા ખાડાઓના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તેમજ અકસ્માતમાં કોઈ નુકસાનકારક ન થાય એ માટે મહીસાગર આમ આદમી પાર્ટીએ સ્વ ખર્ચે ખાડાઓ પુરવાનું શરૂ કર્યું છે. લુણાવાડા નગરના કોટેજ ચોકડી, લુણાવાડા બસ સ્ટેન્ડ, ફુવારા ચોક, લુણેશ્વર પોલીસ ચોંકી, લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન પાસે પડેલા ખાડાઓ આમ આદમી પાર્ટીએ સ્વ ખર્ચે પુરવાનું શરૂ કર્યું છે જોકે ૧૦ દિવસમાં ખાડા પૂરવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટી રસ્તામાં પડેલ ખાડાઓમાં બેસી વિરોધ નોંધાવશે. આ ખાડા ભરવાના કાર્યક્રમમાં આપ ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી, જીલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર, જીલ્લા સંગઠન મંત્રી હિરેનભાઈ શ્રીમાળી, તાલુકા પ્રમુખ વિક્રમસિંહ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.