રિક્ષા ડ્રાઇવર ભાઈઓ દ્વારા ખાખી યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ કરવા બાબત..
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા જણાવવાનું કે આજરોજ.. 08/03/25 ને શનિવારે.. બપોરે 2:30 વાગે.. રિક્ષા ડ્રાઇવર યુનિફોર્મ વિતરણ.. સ્થળ:- સૌરભ મહેતા ગાર્ડન લોયલા સ્કૂલ પાસે નવરંગપુરા અમદાવાદ.. ખાતે..
અગાઉ 300 ડ્રાઇવરો દ્વારા યુનિફોર્મ પહેરવામાં આવતા હતા ત્યારબાદ ધીરે ધીરે સમય પ્રમાણે રિક્ષા ડ્રાઇવર ના ખાખી યુનિફોર્મ જે પોતાના સ્વખર્ચે બનાવેલ..આજે લગભગ 100 ડ્રાઈવરોના ખાખી યુનિફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું. આજના સમયમાં પોતાના વ્યવસાય મુજબ પોતાના યુનિફોર્મ પહેરતા હોય છે તો રિક્ષા ડ્રાઇવર દ્વારા પણ લગભગ પાંચેક વર્ષથી યુનિયન દ્વારા આ યુનિફોર્મ પહેરાવવામાં આવી રહ્યા છે જેથી અમદાવાદના રિક્ષાચાલકોની આગવી ઓળખ ઉભી થાય તેમ જ રીક્ષા ચાલકોમાં જાગૃતતા આવે. આવા સારા હેતુથી યુનિયન સાથે જોડાયેલા ડ્રાઇવરોને ધીરે ધીરે બધાને આખી યુનિફોર્મ પહેરાવવામાં આવશે.
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
