કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના - At This Time

કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના


પ્રથમ યાદીમાં 90 થી 100 બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર થઇ શકે છે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન આજે કેન્દ્રીય ચૂંંટણી પંચ દ્વારા કરવામાં આવતાની સાથે જ રાજયમાં જબરદસ્ત ચુંટણી લક્ષી માહોલ સર્જાય ગયો છે. રાજયમાં છેલ્લા ર7 વર્ષથી સત્તા વિહોગી કોંગ્રેસ દદ્વારા ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે ગંભીરતા સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દિલ્હી ખાતે મળેલી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની પ0 ટકાથી વધુ બેઠકો માટે ઉમદવારો ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન આવતીકાલે સાંજ સુધીમાં કોગ્રેસ દ્વારા ઉમેદવારોના નામોની પ્રથમયાદી જાહેર કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

કોગ્રેસ દ્વારા ઉમેદવારોના નામોની પ્રથમ યાદીમાં 90 થી 100 બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે. તેવી શકયતા હાલ જણાય રહી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોઁગ્રેસના પ્રતિક પરથી ચૂંટણી લડી જે નેતાઓ વિજેતા બન્યા હતા તે તમામને આ વખતે રીપીટ કરવામાં આવશે. 65 જેટલા સીટીંગ ધારાસભ્યોની ટિકીટ ફાઇનલ માનવામાં આવે છે.

જો બધું સમુસુતરુ ઉતરશે તો કોંગ્રેસ દ્વારા આવતી કાલ સાંજ સુધીમાં પ્રથમ તબકકાના મતદાનમાં જે બેઠકો માટે મતદાન થવાનું છે તે બેઠકો

માટે ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવશે. અલગ અલગ ત્રણ તબકકામાં કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.