બોટાદ જિલ્લામાં ૧૦ સપ્ટેમ્બર સુધી જન આરોગ્ય કાર્ડ માટેની ખાસ ઝુંબેશનો લાભ લેવા કલેક્ટરશ્રી બી.એ.શાહનો ખાસ અનુરોધ
ભારત સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કઢાવવા સરકારશ્રી દ્વારા રાજ્યભર તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં દરેક ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ઇ-ગ્રામ સર્વિસ સેન્ટરો, કોમન સર્વિસ સેન્ટર તથા તમામ સરકારી દવાખાનાઓમાં જન આરોગ્ય કાર્ડ બનાવી આપવામાં આવે છે.
લાભાર્થીઓને પોતાનું કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ, રાશન કાર્ડ અને આવકનો દાખલો સાથે લઈ જવાનો રહેશે. વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી બી. એ. શાહ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા દ્વારા બોટાદ જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.