લાઠી તાલુકા માં હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર ની તાલીમ યોજાઈ - At This Time

લાઠી તાલુકા માં હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર ની તાલીમ યોજાઈ


લાઠી તાલુકા માં હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર ની તાલીમ યોજાઈ

લાઠી તાલુકા માં જીવિબા કન્યા શાળા અને સવાણી સ્કુલ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર ની તાલીમ નું ત્રણ બેચ માં આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં ખાસ તાલીમ પામેલ શિક્ષકો દ્વારા લાઠી તાલુકા ની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માંથી બે શિક્ષકો ને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરી ત્રણ દિવસ સુધી તાલીમ આપવા માં આવી હતી. જેઓ એ આયુષ્માન ભારત ના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત દરેક શાળા એ જતા બાળકો ની આરોગ્ય અને સુખાકારી માટે તેમજ કિશોરાવસ્થાજન્ય શારીરિક અને માનસિક ફેરફારો, નશીલા પદાર્થોના સેવન ની રોકથામ, આરોગ્યપ્રદ જીવનશૈલી નો પ્રસાર, સોશ્યલ મીડિયા નો સુરક્ષિત ઉપયોગ વગેરે મુદ્દાઓ પર આરોગ્ય શિક્ષણ આપવાનું રહેશે. સમગ્ર કાર્યક્રમ નું આયોજન તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અજય જોશી ના માર્ગદર્શન હેઠળ ડો. હરિવદન પરમાર, યાસ્મીન ખોખર દ્વારા કરવા માં આવેલ હતું. શિક્ષકો તારક બગડા, હર્ષાબેન મોરી, કાળુભાઇ સરખેદી, ધૃતિબેન પાલેજા, કૌશિક ઠાકર અને હિરલબેન દ્વારા તાલીમ આપવા માં આવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.