વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા હોળી-ધુળેટી તથા રમજાન માસ અનુસંધાને શાંતિ સમિતિની મિટીંગ યોજવામાં આવી.* - At This Time

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા હોળી-ધુળેટી તથા રમજાન માસ અનુસંધાને શાંતિ સમિતિની મિટીંગ યોજવામાં આવી.*


*વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા હોળી-ધુળેટી તથા રમજાન માસ અનુસંધાને શાંતિ સમિતિની મિટીંગ યોજવામાં આવી.*

*પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેષ જાજડીયા સાહેબ* જુનાગઢ વિભાગ જુનાગઢ તથા *પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓની* સુચનાથી *નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેગાર સાહેબનાઓના* માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર એચ.આર.ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ-૧૩-૧૪/૦૩/૨૦૨૫ના રોજ હોળી ધુળેટી તહેવાર તેમજ હાલમાં રમજાન માસ ચાલુ હોય જે અનુસંધાને વેરાવળ શહરેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને હિન્દુ/મુસ્લીમ ધર્મના લોકો પોત પોતાના તહેવારો શાંતી પૂર્ણ રીતે ઉજવણી કરી શકે તે સારૂ વેરાવળ શહરેના તમામ સમાજના આગેવાનો/ પટેલો બહોળી સંખ્યામાં આજરોજ વેરાવળ સીટી પો.સ્ટે. ખાતે હાજર રહેલ હતા.આ શાંતી સમીતીની મીટીંગમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો તથા સોશીયલ મીડયામાં ખોટી અફવા ન ફેલાઇ તેમજ દરેક સમાજ હળી-મળીને રહે અને એક બીજા ભાઇચારા થી તહેવારોની ઉજવણી થાય સાથે સાથે ટ્રાફીક વ્યવસ્થા તથા ટ્રાફીક નીયમોનુ પાલન થાય તથા હેલ્મેટ પહેરવા માટે પી.આઇ.વેરાવળ સીટી દ્રારા દરેક આગેવાનને સમાજમાં જાગૃતી લાવવા સુચન કરેલ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image