8 ફોન પોલીસે રિકવર કર્યા: હિંમતનગરના હાજીપુર પુલ પાસેથી આંતરરાજ્ય મોબાઇલ ચોર ગેંગના સગીર સહિત ચાર ઝબ્બે
અજમેરી ગેંગ ચોરીના મોબાઇલ વેચવા જતાં પકડાઇ, 8 ફોન પોલીસે રિકવર કર્યા
હિંમતનગર એ ડિવિઝન પોલીસે અલગ અલગ રાજ્યોમાં બસ સ્ટેશન પરથી મુસાફરોના મોબાઈલ ચોરતી અજમેરી ગેંગના સગીર સહિત ચાર શખ્સોને હાજીપુર ઓવરબ્રિજ પાસેથી ઝડપી 3.29 લાખના આઠ મોબાઇલ રિકવર કર્યા હતા.
હિંમતનગરમાં મુખ્ય ડેપો અને મોતીપુરા પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરોના મોબાઈલ ચોરીના બનાવો અંગની ફરિયાદ સામે આવતાં એ ડિવિઝન પોલીસે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન કોન્સ્ટેબલ મિતરાજસિંહને બાતમી મળી હતી કે હાજીપુર ઓવરબ્રિજ નીચે ચાર શખ્સો બિલ વગરના મોંઘા મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા છે જે માહિતી આધારે પોલીસે સ્થળ પર પહોંચી ચારે શખ્સોને ઝડપી પકડાયેલા આરોપી પૈકી સુનિલ પાસવાન પાસેથી 32000નો વન પ્લસ કંપનીનો મોબાઇલ હતો. જે અંગે પૂછપરછ કરતાં તેણે એક વર્ષ અગાઉ મોબાઈલ મોતીપુરા પીકપ સ્ટેન્ડ પાસેથી ચોર્યો હોવાનું કબૂલ્યું હતું. ઉપરાંત તેમની પાસે બેગમાંથી અલગ અલગ કંપનીના અન્ય સાત મોબાઈલ મળ્યા હતા. જે તેમણે અલગ અલગ રાજ્યના બસ સ્ટેશનમાંથી ચોર્યાનું કબૂલ્યું હતું. સમગ્ર મામલે પોલીસે 3,29,500 ના મુદ્દામાલ રિકવર કરી સગીર સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો.
પકડાયેલા આરોપીઓ1.સુનિલ પ્યારેલાલ પાસવાન (રહે.નિન્હા કોલવરી, તાજામલુડીય,વેસ્ટ બંગાલ)2. અજમેર જામીન શેખ (રહે. મેદનીપુર,જી.ગઢિયાર, બિહાર)3. શંકરભાઈ ચૌધરી (રહે.બાકોટી ફાટકતોલા,જી. બાયાઝગંઝ, ઝારખંડ)4. કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.