મુનપુર કોલેજ એન એસ એસ યુનિટની ઉત્ક્રૃષ્ટ કામગીરી
તા.૧૧,૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ શ્રીમતી સી.આર ગાડી આર્ટસ કોલેજ મુનપુરના એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર પ્રો.શ્રી જે એલ ખાંટના માર્ગદર્શન હેઠળ કડાણા તાલુકાના સુપ્રસિદ્ધ પ્રવાસન અને યાત્રાધામ નદિનાથ મહાદેવ,ઘોડીયાર ખાતે મહાસુદ પૂનમના દિવસે યોજાતા પરંપરાગત લોકમેળામાં કોલેજના સ્વયંસેવકોએ સતત બે દિવસ આઠ આઠ કલાક સુધી સેવા પ્રવૃત્તિમાં જોડાઈ મેળાને સફળ બનાવ્યો હતો. સ્થળની સાફ સફાઈ, શણગાર,પાણી,પ્રસાદ પેકીંગ,પ્રસાદ વિતરણ, લોકોને કોઈ મુશ્કેલી ના પડે અને સરળતાથી બધાને દશૅન થાય તે માટે વિદ્યાર્થીઓએ વ્યવસ્થા સંભાળી હતી.પ્રો.જે.એલ.ખાંટની સાથે આચાર્યશ્રી ડૉ.એમ.કે.મહેતા,ડૉ.સુશીલા વ્યાસ,ડૉ.જી.પી.ઠાકોર,ડૉ.પ્રકાશ વેકરીયા,ડૉ.પી.જી.પારેખ,પ્રો.લક્ષ્મી વસાવા,ડૉ.પરેશ ચૌધરી જોડાયા હતા.
મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ.હિરેન પંડ્યા અને ટ્રસ્ટીશ્રીઓએ વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
સર્જિત ડામોર (કડાણા)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે
