સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Ed.માં વિદ્યાર્થીની હાજરી અપલોડનો જે નિયમ હતો તે ફરજિયાત બનાવ્યો, 42 હજારથી વધુ ફી નહીં લઈ શકાય
ઘેરબેઠાં બીએડની ડિગ્રી મેળવોના પદાર્ફાશ બાદ ટ્રસ્ટીઓની બેઠક બોલાવી તેઓની સામે પગલાં લેવાના બદલે બધાને બચાવી લીધા
કોલેજો FRCએ નક્કી કરેલી ફીથી વધુ વસૂલી શકશે નહીં અને વસૂલી હશે તો વિદ્યાર્થીઓને પાછી આપવી પડશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે યુનિવર્સિટી સંલગ્ન બી.એડ. કોલેજોના ટ્રસ્ટીઓની ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં બી.એડ. કોલેજોમાં ચાલી રહેલા ઘેરબેઠાં બી.એડ. કરાવવાના દૂષણ બંધ કરવા, ઊંચી ફી વસૂલવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આ બેઠકમાં જે કોલેજો આવું કરી રહી છે તેની સામે દાખલારૂપ કડક કાર્યવાહી તો કુલપતિએ કરી ન હતી પરંતુ હવે બી.એડ. કોલેજો માટે કેટલાક નિયમો આ મિટિંગમાં ઘડ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.