જસદણના દેવપરા ગામમાં શરમ જનક ઘટનામાં 3 શખ્સો અને એક સગીર વિરુદ્ધ નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ
(વિજય ચૌહાણ દ્વારા જસદણ)
13 વર્ષીય સગીરાના ઘરમાં કોઈ ન હોય ત્યારે એકલતાનો લાભ લઈ અને દુષ્કર્મ આચરેલ, અનેક વાર સગીરાને ધમકી આપી દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, આરોપી મનીષ જતાપરા સગીરાનો કુટુંબીક ભાઈ થતો હતો, આરોપી અનિલ જતાપરા સગીરાનો કાકો થતો હતો, આરોપી મુકેશ જતાપરા એ પુરાવાનો નાશ કરવા માટે સગીરાને અધૂરા મહિને ગર્ભપાત કરવા માટે કહ્યું હતું, કમળાપુર ના શ્રીજી કલીનીકમાં સગીરાનો અધૂરા મહિને ગર્ભપાત કરતા સ્વચ્છ બાળકનો જન્મ થયો, શ્રીજી કલીનીકના ડો.રાદડિયા દ્વારા બાળકને બાળ તસ્કરી કરી હોવાનો તેની સામે ગુનો નોંધાયો છે અને જસદણ પોલીસે 3 શખ્સો અને એક સગીર વયની આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.