કામકાજના સ્થળે કામ કરતી મહિલા અને નાબાલિકા બાળકોને પ્રાથમિક સુવિધા આપવા બાબત - At This Time

કામકાજના સ્થળે કામ કરતી મહિલા અને નાબાલિકા બાળકોને પ્રાથમિક સુવિધા આપવા બાબત


કામકાજના સ્થળે કામ કરતી મહિલા અને નાબાલિકા બાળકોને પ્રાથમિક સુવિધા આપવા બાબત
***********
ભૂતકાળમાં વલસાડ જિલ્લાના વાપી ખાતે બાંધકામ હેઠળના ઇમારતમાં સુતેલા બે મહિલા મજૂરો ઉપર અઘટીત ઘટનાનો બનાવ બનેલ હતો. જેની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે બનાવનો ભોગ બનનાર બે મહિલાઓ અને અન્ય મજૂરોની સંબંધિત મજુર ઠેકેદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા બાંધકામના સ્થળે પીવાના પાણી, વિજળી, શૌચાલય વગેરે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ ન હતા. જેથી આવા પ્રકારની પ્રાથમિક સુવિધાથી વંચિત રહેલા મજુરો અને તેઓના બાળકો આવી ઘટનાઓનો ભોગ બની શકે તેવી સંભાવના રહે છે. જેથી આવા બનાવો બનતા રોકવા અથવા અંકુશ રાખવા વર્તમાન સંજોગોમાં કામકાજના સ્થળે કામ કરતી મહિલા અને નાબાલિકા બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ અત્રેના જીલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી મજુર ઠેકેદારો (લેબર કોન્ટ્રાક્ટર) ઉપર કાયદાકીય નિયંત્રણ જરૂરી હોય સાબરકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાનના બાંધકામની જગ્યાઓ, ઈંટની ભઠ્ઠી,પથ્થરની ખાણો,ખાણ વગેરે સ્થળોએ કામ કરતાં મહિલા મજૂરો અને નાબાલિકા બાળકો માટે સંબંધિત મજુર ઠેકેદારો(લેબર કોન્ટ્રાક્ટર) દ્વારા પાણી, વિજળી, શૌચાલય વગેરે પ્રાથમિક સુવિધા સાથેના રહેણાંક ફરજિયાત ઉપલબ્ધ કરાવવાના રહેશે. વધુમાં મજુર ઠેકેદારો (લેબર કોન્ટ્રાક્ટર) એ જરૂરી પ્રાથમિક માહિતી રાખીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલવાની રહેશે. તથા મજુરો મજુરી કામ કે સાબરકાંઠા જિલ્લો છોડી જતા રહે ત્યારે મજુર ઠેકેદારોએ તેમના નવેસરના સરનામાની વિગતોની જાણ તુરંત સ્થાનિક પોલીસને કરવાની રહેશે.
સ્થાનિક પોલીસ સ્ટેશને આપવાની વિગતોમાં મજુર ઠેકેદારનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર, મહિલા મજુર/નાબાલિકનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, નામ, ઉંમર, હાલનું સરનામુ, ટેલીફોન/ મોબાઇલ નંબર. મહિલા મજુર/ નાબાલિક બાળકનું મૂળ વતનનું સરનામું, ગામ, તાલુકો, જિલ્લો. મહિલા/નાબાલિકની સ્થળ કંપનીનું નામ.મહિલા મજુર/નાબાલિક બાળકના વતનના સ્થાનિક પો.સ્ટેશનનું નામ તથા જિલ્લો અને ટેલીફોન નંબર. મહિલા/નાબાલિક બાળકના વતનના આગેવાનનું નામ ,સરનામું,અને સંપર્ક નંબર. મહિલા/મજુર ક્યારથી મજુરી કામ માટે રાખેલ છે. મહિલા મજુર /નાબાલીક બાળક્નું ઓળખ માટેનું આઇ.ડી.પ્રુફ (ફોટા સાથે) . આ જિલ્લામાં મહિલા મજુર/નાબાલિક બાળકનું સંબંધી કોઇ હોય તો તેનું નામ,સરનામુ,મોબાઇલ નંબર. મહિલા મજુર/નાબાલિક બાળક્ને પાણી,વિજળી,શૌચાલય વગેરે પ્રાથમિક સુવિધા સાથેના રહેણાંક ઉપલબ્ધ કરાવ્યા છે કે કેમ. મજુર ઠેકેદારે આ તમામ વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનને મોકલી આપવાની રહેશે .
આ હુકમનો ભંગ કરનારને ભારતીય દંડ સહિતા કલમ -૧૮૮ હેઠળ સજા/દંડને પાત્ર થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image