આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં સંવાદ અને સન્માન કિશોરી મેળો યોજાયો - At This Time

આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં સંવાદ અને સન્માન કિશોરી મેળો યોજાયો


રાજકોટ તા. ૦૩ ઓગસ્ટ - મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત "નારી વંદન ઉત્સવ" અંતર્ગત "બેટી બચાવો બેટી પઢાઓ યોજના" હેઠળ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં આદર્શ નિવાસી શાળાની કિશોરીઓ સાથે "સંવાદ અને સન્માન" કાર્યક્રમ હેઠળ કિશોરી મેળો યોજાયો હતો.
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ અને સૌરાષ્ટ્ર યનિવર્સિટીમાં ત્રી-સ્તરીય નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર દીકરીઓનું મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે શાલ,શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત "બેટી બચાઓ બેટી પઢાઓ યોજના" અંતર્ગત મંત્રીશ્રીના હસ્તે દીકરીઓને બેગ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે, માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, નારી વંદન ઉત્સવનો કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ચાલી રહ્યો છે, જેમાં આદર્શ નિવાસી કન્યા શાળામાં રહેલ દીકરીઓનુ સન્માન કરવાનો મને મોકો મળ્યો. જેની મને ખૂબ ખુશી થઈ છે. તમારૂ ધ્યેય નક્કી કરો જેથી તમે તમારા માતા-પિતાનુ નામ રોશન કરી શકો. સરકારની અનેકવિધ યોજનાનો લાભ તમને મળે તે માટે સરકાર હંમેશા તત્પર રહે છે.
આ સમગ્ર કાર્યક્રમમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ શ્રી આનંદબા ખાચર, નાયબ નિયામક વિકસતી જાતિ શ્રી જે.એ.બારોટ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સીમાબેન શિંગાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.