૫૯-ધંધુકા વિધાનસભા મતવિભાગના હરીફ ઉમેદવારોને ચૂંટણી ખર્ચ નિભાવ, હિસાબો રજૂ કરવા તથા ચકાસણી અંગે અપાયું જરૂરી માર્ગદર્શન - At This Time

૫૯-ધંધુકા વિધાનસભા મતવિભાગના હરીફ ઉમેદવારોને ચૂંટણી ખર્ચ નિભાવ, હિસાબો રજૂ કરવા તથા ચકાસણી અંગે અપાયું જરૂરી માર્ગદર્શન


ચૂંટણી ખર્ચની વિગતો રજૂ કરવા તા.૨૫,૨૯ મી નવેમ્બર
અને તા.૩ ડિસેમ્બર,૨૦૨૨ નિયત કરવામાં આવી

૫૯-ધંધુકા વિધાનસભા મતવિભાગના હરીફ ઉમેદવારોની ખર્ચ ૫રીવેક્ષકશ્રી (Expenditure Observer E.O) તથા ચૂંટણી અધિકારીશ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ ખર્ચ સંબંધિત તાલીમ યોજવામાં આવી હતી. જેમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ખર્ચ ૫રીવેક્ષકશ્રી (Assistant Expenditure Observer A.E.O), એકાઉન્ટીંગ ટીમ દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ તથા હરીફ ઉમેદવારોને ચૂંટણી ખર્ચ નિભાવ અને હિસાબો રજૂ કરવા તથા ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન પુરુ પડાયું હતું.
વધુમાં ચૂંટણીલક્ષી ખર્ચ તથા આદર્શ આચારસંહિતાની કાયદાકીય જોગવાઇઓ બાબતે જરૂરી માર્ગદર્શન પણ આ૫વામાં આવ્યું હતું. આ અંગે ચૂંટણી ખર્ચની વિગતો રજૂ કરવાની તારીખ ૨૫/૧૧/૨૦૨૨, તા.૨૯/૧૧/૨૦૨૨ તથા તા.૦૩/૧૨/૨૦૨૨ નિયત કરવામાં આવી છે. જેની સંબંધિત તમામ હરીફ ઉમેદવારો તથા તેમના માન્ય અધિકૃત એજન્ટોને નોંધ લેવા ૫૯-ધંધુકા વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.