શિહોરના જાનકી કોમ્પ્યુટર ની અનેરી સિદ્ધિ 15મી વર્ષ ગાંઠ ભાઈઓ ની ભવ્ય એવોર્ડ સરેમની ની ઉજવણી કરવામાં આવી - At This Time

શિહોરના જાનકી કોમ્પ્યુટર ની અનેરી સિદ્ધિ 15મી વર્ષ ગાંઠ ભાઈઓ ની ભવ્ય એવોર્ડ સરેમની ની ઉજવણી કરવામાં આવી


સિહોર માં છેલ્લા 15 વર્ષથી કોમ્પ્યુટરનું શિક્ષણ પીરસ્તી સંસ્થા એટલે જાનકી કોમ્પ્યુટર એજ્યુકેશન આ અંગે થોડી ડીટેલ મેળવીએ તો જાનકી કોમ્પ્યુટરના એમડી દિલીપભાઈ મકવાણા કે જેઓ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે ભૂતકાળના સમયમાં મને જરા પણ અતિશયોક્તિ નહીં લાગે કે દિલીપ મકવાણા નામનો તરવૈયો યુવાન આ કોમ્પિટિશનના દરિયામાં તરતો તરતો આજે દરિયો બની ગયો છે તેના ભૂતકાળમાં એક અન્ય એક કોમ્પ્યુટર ક્લાસીસ માં નોકરી કરતો યુવાન માત્ર પગાર વધારા માટે કોમ્પ્યુટર સંચાલક પાસે આજીજી કરતો મેં જોયો છે ત્યારે મારાથી શક્ય એટલો પ્રયાસ કરી અને પૈડા વગર નો રથ જેમ રણમાં ચલાવો મુશ્કેલ થઈ જાય છે તેમ હાલકડોલક થતો આ તરવૈયો યુવાન એક જાનકી કોમ્પ્યુટર નામની પોતાની કોમ્પ્યુટર લેબ શરૂ કરી નજીવા ટોકંદરે કોમ્પ્યુટર શિક્ષણ પીરસ તો થયો ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે આ કેડી પર ગાડી એટલી બધી સડસડાટ દોડવા લાગી કે બ્રેક વગર જરા પણ અટક્યા વગર દોડતી રહી અને ઓલ ઇન્ડિયા એજ્યુકેશન સોસાયટી નામની બ્રાન્ડની શરૂઆત કરી અને આજકાલ કરતા આ બ્રાન્ડ સમગ્ર ઇન્ડિયામાં ખૂણે ખૂણે બ્રાન્ચ ધરાવે છે 700 થી વધુ બ્રાન્ચ કુશળ અને વિનમ્ર સ્ટાફ સાથે એક વિમાન જેમ પાયલોટ વગર ઉડી શકતું નથી એક મોર તેના પીછા વગર શોભતો નથી તેમ ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશન સોસાયટી તેના ફ્રેન્ચાઇસીસ મેમ્બરો વગર શોભતો ન હોય તેમ સૌને સાથી રાખી રંગોલી રિસોર્ટ ખાતે એક ભવ્ય સેરેમની કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 15 મી વર્ષગાંઠની ઉજવણી ના પ્રસંગે સંસ્થાના એમડી દિલીપ મકવાણા દ્વારા માતપિતાના તથા મામાના મિત્રોના સહકારથી આ બધું શક્ય બન્યું છે તેવું જણાવ્યું હતું
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન માં વિદ્યામંજરી સ્કૂલ ના ટ્રસ્ટી પી.કે.મોરડીયા,પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા પ્રમુખ મિલનભાઇ કુવાડિયા,સત્યમિડિયા ના કૌશિકભાઈ વ્યાસ,ગોપીનાથજી મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ડો.યોગેશભાઈ જોષી,જે.જે મહેતા ગર્લ્સ સ્કૂલ ના આચાર્ય દિલીપભાઈ ડાંગર સહિત આમંત્રિત મહેમાનો,ઓલ.ઇન્ડિયા એજ્યુકેશન સોસાયટી ના મેમ્બર્સ સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દિલીપભાઇ ડાંગર દ્વારા કરવામાં આવ્યુ હતું રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.