સાબરકાંઠા તલોદના ઉમેદની મુવાડી ગામના સીમાડે આવેલા - At This Time

સાબરકાંઠા તલોદના ઉમેદની મુવાડી ગામના સીમાડે આવેલા


સાબરકાંઠા તલોદના ઉમેદની મુવાડી ગામના સીમાડે આવેલા

સરકારી ગોડાઉનમાંથી મગફળીની ૨૦૦ બોરીની ચોરી થઈ હોવાની ચર્ચા જોડ પકડી

તલોદ તાલુકાના ઉમેદની મુવાડી ગામના સીમાડે આવેલા સરકારી ગોડાઉનમાંથી મગફળીની ૨૦૦ બોરીની ચોરી થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. તેમજ

૧૯ ફેબ્રુઆરીએ બનેલી આ ઘટનામાં જાણવાજોગ ફરિયાદને આધારે પોલીસે ૪ શ્રમજીવીની અટકાયત | કરી હોવાનું જાણવા મળ્યું હતું.

તલોદ-મોડાસા રોડ માર્ગ ઉપરના તલોદ તાલુકાના ઉમેદની મુવાડી ગામના સીમાડામાં સરકારી ગોડાઉન આવેલું છે. જ્યાં સરકારે ખરીદ કરેલી મગફળીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. આ ગોડાઉનમાંથી તાજેતરમાં અંદાજિત ૨૦૦ બોરી મગફળી ચોરાઈ ગઈ હોવાની બૂમરાણ મચી જવા પામી હતી.

આ ચોરીની ઘટના છેલ્લા ૬ દિવસથી ચર્ચામાં છે.

અધિકારીઓ એ નક્કી કરી શક્યા નથી કે, કેટલી બોરી મગફળીની ચોરી થઈ અને ક્યારે થઈ, તેવું ચર્ચાઈ રહ્યું છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ બનેલી

ઘટનાની આજદિન સુધી તલોદ પોલીસ દફતરે એફઆઈઆર નોંધાઈ નથી તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સ્થાનિકો દ્વારા જાણાવા મળ્યું હતું કે, માત્ર જાણવાજોગ ફરિયાદને આધારે પોલીસે ૪ જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી છે, જેઓએ ૪૦ જેટલી બોરીઓની ચોરી
કરી હોવાનું પણ ચર્ચામાં ખૂલ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image