*પ્રાંતિજ ના બાકરપુર માં ભારતીય જનતા પાર્ટી ના સક્રિય સભ્યો નું સંમેલન યોજાયું*
*પ્રાંતિજ ના બાકરપુર માં ભારતીય જનતા પાર્ટી ના સક્રિય સભ્યો નું સંમેલન યોજાયું*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ*
સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ના બાકરપુર ખાતે આવેલ ઉમિયા સમાજવાડી ના હોલમાં પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તાર માં આવતા તલોદ તાલુકો અને તલોદ શહેર અને પ્રાંતિજ તાલુકો અને પ્રાંતિજ શહેર ના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યો નું સંમેલન સાંસદ શોભના બેન બારૈયા અને પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યું હતું.આ પ્રસંગે છેલ્લા ઘણા સમયથી ખોટા આક્ષેપ સામે પડકાર ઝીલી હેમખેમ પરત આવેલા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના આગમન સમયે કાર્યકરોએ જય શ્રી રામ અને સત્યમેવ જયતે ના નાદથી સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે ગજેન્દ્ર સિંહે નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ડબલ એન્જિન સરકારની સર્વાંગી વિકાસની યોજના ઓ અને સિદ્ધિઓ ગણાવી પાર્ટી ના સંગઠન ને વધુ મજબૂત બનાવવા અને વિકાસલક્ષી યોજનાઓ ને પ્રજા સુધી પહોંચાડવા જાગૃતિ લાવવા માટે હાકલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા ભાજપ ના પુર્વ પ્રમુખ રાજુભાઈ પટેલ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, તલોદ નગર પાલિકા પ્રમુખ રમીલા બેન ચાવડા તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે
