ખરેડ પાસે પિંગળેશ્વર મહાદેવ માર્ગ પર જાહેરમાં દારૂ પીતો ઈસમ ઝડપાયો, મહુવા ગ્રામ્ય પોલીસની કાર્યવાહી
મહુવા તાલુકાના ખરેડ ગામથી પિંગળેશ્વર મહાદેવના મંદિર તરફ જતાં માર્ગ પર એક ઈસમ જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવતા મહુવા રૂરલ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી માહિતી અનુસાર મુકેશ ચોથાભાઈ શીંગડ નામના ઈસમ જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે અને વિના પાસ-પરમિટ કેફી પદાર્થનું સેવન કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પ્રોહીબિશન ઍક્ટની કલમ 66(1)(બી) હેઠળ ગુનો નોંધ્યો અને આરોપીની અટકાયત કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
