બપોરે સૂઈ જતા રાજકોટીયન્સ મતદાન માટે જાગ્યા અને 60%એ પહોંચાડ્યું! - At This Time

બપોરે સૂઈ જતા રાજકોટીયન્સ મતદાન માટે જાગ્યા અને 60%એ પહોંચાડ્યું!


શહેરીજનોએ મહેણું ભાંગ્યું, બપોરે પણ મતદાન કરવા પહોંચ્યાં

રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે. રાજકોટવાસીઓ તેમની બપોરે સૂઈ જવાની ટેવ માટે જાણીતા છે. બપોરના સમય દરમિયાન તમને રાજકોટમાં લગભગ બધી દુકાનો બંધ જોવા મળશે. રાજકોટ વિશે જોક્સ પણ ફરે છે કે બપોરે ભિખારીઓ પણ વાટકા ઊંધા કરીને સૂઇ જાય. પરંતુ 7 મેને મંગળવારે લોકસભાની ચૂંટણીમાં સવારે તો મતદાન મથકોમાં મતદારોની લાઈનો લાગી હતી, પરંતુ સૌથી વધુ ચિંતા બપોરે 12થી 4ની હતી જેમાં મતદાન નહીંવત થવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી હતી પરંતુ રંગીલા રાજકોટવાસીઓ મંગળવારે જાગ્યા અને શહેરના જુદા જુદા વિસ્તારોના મતદાન મથકો પર બપોરના સમયે પણ ધીમી ગતિએ મતદાન ચાલુ રહ્યું.

બપોરે 12થી 4 કલાક દરમિયાન મતદાન મથકોમાં લોકોની ભીડ ન હતી પરંતુ ઓછી-વધુ સંખ્યામાં લોકોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. બપોરે ધીમી ગતિએ મતદાન ચાલુ રહ્યું એટલે જ રાજકોટવાસીઓએ સાંજ સુધીમાં મતદાનની ટકાવારી 59.60% સુધી પહોંચાડી દીધી. આમ રંગીલા રાજકોટવાસીઓએ બપોરે પણ જાગીને મતદાન કર્યું અને મતદાનની ટકાવારી વધારી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.