રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન થશે હવે વિના મૂલ્યે
રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં વધુ એક સવલત તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં વર્ષોથી સીટી સ્કેનની સુવિધા નથી તેથી ખાનગી એજન્સીને જગ્યા આપી દેવાઈ છે અને રોજના સેંકડો દર્દીઓને ત્યાં મોકલી દેવાય છે પણ હવે સિવિલ દ્વારા પોતાનું સીટી સ્કેન મશીન વસાવવામાં આવ્યું છે.જેથી લોકો હવે સિવિલ હોસ્પિટલમાં જ નિશુલ્ક સીટી સ્કેનની સુવિધા મળી રહેશે.
વિગતો અનુસાર સિવિલમાં પીપીપી મોડેલ આધારે સીટી સ્કેન અને એમઆરઆઈની વ્યવસ્થા કરાઈ છે જેમાં પહેલા બહાર કરતા ઓછા ખર્ચમાં સુવિધા આપવામાં આવે છે. જ્યાં દર્દીઓ પાસેથી 1200થી 2500 રૂપિયા માત્ર સીટી સ્કેનના લેવામાં આવે છે.જેથી હાલ તંત્ર દ્વારા નવી સવલત લોકોને ઊભી કરી સિવિલ દ્વારા પોતાનું સીટી સ્કેન મશીન મશીન વસાવવામાં આવ્યું છે.
જેમાં આ અંગે તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગરથી નવા સીટી સ્કેન મશીન માટે ટેન્ડર પાસ કરી દેવામાં આવ્યું છે. અને બે મહિનામાં મશીન આવી જશે. આ મશીન નવી પીએમએસએસવાય બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રખાશે અને તે માટે રૂમ તેમજ ઈલેક્ટ્રિસિટીથી માંડી સ્ટાફ સુધીની વ્યવસ્થા સિવિલ દ્વારા કરી દેવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.