ગુ.ર.નં.૬૦/૨૦૧૮ ઈ.પી.કો કલમ-૪૦૬,૪૨૦ મુજબના ગુન્હાના કામે છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી શોધી કાઢી પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ - At This Time

ગુ.ર.નં.૬૦/૨૦૧૮ ઈ.પી.કો કલમ-૪૦૬,૪૨૦ મુજબના ગુન્હાના કામે છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી શોધી કાઢી પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ


(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)

ગુ.ર.નં.૬૦/૨૦૧૮ ઈ.પી.કો કલમ-૪૦૬,૪૨૦ મુજબના ગુન્હાના કામે છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી શોધી કાઢી પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,વિજય પટેલ સાહેબ સાબરકાંઠા દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે આધારે વિભાગીય પોલીસ અધિકારીશ્રી, હિંમતનગર વિભાગ,શ્રી એ.કે.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપી પકડવાની કામગીરી કરવા અમોએ પોલીસ સ્ટેશનના સ્ટાફને સુચના આપેલ.

જે સબંધે અમો પો.ઈન્સ.શ્રી એચ.આર.હેરભા તથા સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પો.સ.ઈ શ્રી કે.એલ.જાડેજા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય અને હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૬૦/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ મુજબના કામના નાસતા ફરતા આરોપી ગણેશકુમાર રણસાજી ખોખરીયા ઉ.વ.૨૮ રહે. ખાખરીયા તળાવ તા.કોટડા છાવણી જી. ઉદેપુર (રાજસ્થાન) વાળા નાઓ છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા હોય તેઓના ઘરે જઇ શોધી કાઢી પકડી પાડી સદરી આરોપીને પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ, હિમતનગર ગ્રામ્ય પોલીસને છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(એચ.આર.હેરભા)

પોલીસ ઈન્સપેકટર હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.

પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારી:-

(૧) શ્રી. એચ.આર.હેરભા, પોલીસ ઇન્સ્પેક્ટર

(૨) શ્રી કે.એલ. જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર

(૩) અ.હે.કો.ચિરાગભાઈ ભીખાભાઈ બ.નં.૧૦૮૦

(૪) પો.કો. રોહિતકુમાર ભવજીભાઈ બ.નં. ૫૫૭

(૫) પો.કો. ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ બ.નં. ૩૮૪

(૬) પો.કો. કુલદીપકુમાર અજયભાઈ બ.નં. ૦૭૪૭


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image