હળવદ પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીને પાસા તળે જેલ હવાલે કર્યા. - At This Time

હળવદ પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીને પાસા તળે જેલ હવાલે કર્યા.


હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ પ્રોહીબીશનના ગુનાના ત્રણ આરોપીઓની પાસા તળે અટકાયત કરી અમદાવાદ, વડોદરા તથા જૂનાગઢ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા દરખાસ્ત કરવા સખત સુચના કરેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા તેઓ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ મયુરસિંહ અખુભા ઝાલા રહે. રામપરા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, સંજયભાઇ હસમુખભાઇ દેકાવડીયા રહે. ભવાનીગઢ(જોકડા) તા.મુળી જી.સુરેન્દ્રનગર તથા આરોપી અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી રહે.મોરબી ક્રાંતીનગરવાળાના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે આરોપીઓને હળવદ પોલીસે પાસા એકટ તળે ડિટેઇન કરી આરોપી મયુરસિંહને અમદાવાદ, આરોપી સંજયભાઈને વડોદરા તથા આરોપી અનવરભાઈ ઉર્ફે દડીને જુનાગઢ જેલ ખાતે મોકલી આપેલ છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image