ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની -૨૧મો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ - At This Time

ઉજવણી… ઉલ્લાસમય શિક્ષણની -૨૧મો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪


( રિપોર્ટર :ઝાકીરહુસેન મેમણ )
ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની -૨૧મો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪
૦૦૦૦
પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા ખાતે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ શ્રી મનોજકુમાર દાસ
૦૦૦૦
શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને સ્નેહભેર પ્રવેશ અપાવતા સેક્રેટરી શ્રી
૦૦૦૦
શાળામાં આજે પ્રવેશ લઈ રહેલા બાળકો આવતીકાલના ભારતનું ભવિષ્ય છે- સેક્રેટરી શ્રી
૦૦૦૦
સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે ત્યારે પ્રાંતિજના તાલુકાના પીલુદરા પ્રાથમિક શાળા અને માધ્યમિક હાઈસ્કૂલ ખાતેએડિશનલ ચીફ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ સ્ટ્રી મનોજકુમાર દાસે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આંગણવાડીમાં ૨૨, બાલવાટિકામાં ૩૯ અને ધો.૦૧ માં ૦૩ બાળકો અને ધો. ૦૯ માં ૩૭ એમ કુલ ૧૦૧ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે સેક્રેટરી શ્રીએ જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે. સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણના ક્ષેત્રમાં સતત વધી રહી છે. આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવીને ઉમેર્યું કે, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. કન્યા કેળવણી માટે નમો લક્ષ્મી યોજના અને તમામ વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના નો લાભ લેવા જણાવ્યું હતું. વધુમાં તેમણે પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણના મહત્વ અને પ્રાકૃતિક ખેતી કરવા અને કરાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે એસ.એમ.સી કમિટી દ્વારા સચિવશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને સચિવશ્રીએ જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પ્રવેશોત્સવ બાદ સચિવશ્રીએ એસ.એમ.સીની બેઠકમાં હાજરી આપીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું. કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ શાળાના સાયન્સ રૂમની મુલાકાત લીધી હતી. આ કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કર્યું હતુ.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, પ્રાંતિજ પ્રાંતશ્રી અંકિતભાઇ પટેલ, ગામના સરપંચશ્રી, બંને શાળાના આચાર્યો, સ્ટાફ સહિત વાલીઓ, ગ્રામજનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦
આ સાથે એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ શ્રી મનોજકુમાર દાસે પ્રાંતિજ તાલુકા સેવા સદનની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ઇ-ધરાની કામગીરીનું નિરિક્ષણ કરી, રેકોર્ડ રૂમ તપાસી જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. અધિકારીઓ- કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.