જસદણના શિક્ષકે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા જતાં 1.07 લાખ ગુમાવ્યા - At This Time

જસદણના શિક્ષકે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા જતાં 1.07 લાખ ગુમાવ્યા


જસદણના શિક્ષકે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા જતાં 1.07 લાખ ગુમાવ્યા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આજના સોશ્યલ મીડિયાના યુગમાં સાયબર ક્રાઈમના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે જસદણનાં શિક્ષક પણ સાઈબર ફ્રોર્ડનો ભોગ બન્યા છે. જેમાં શિક્ષકને ક્રેડીટ કાર્ડ બંધ કરાવવાનું હોય આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારીએ ફોન કરી ક્રેડીટ બંધ કરાવવા માટે લીંક મોકલી શિક્ષકના ક્રેડીટ કાર્ડ મારફતે 1.07 લાખની ખરીદી કરી લીધાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણના હરિકૃષ્ણ પાર્કમાં રહેતા અને શ્રીમતિ આર.કે.પટેલ વિદ્યામંદિર જસાપરમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હિતેન્દ્રકુમાર અરજણભાઈ રાઠોડ (ઉ.54)ને જસદણ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને આઈસીઆઈસીઆઈ બેંકમાં એકાઉન્ટ હોય અને તેમની પાસે આઈસીઆઈસીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ હોય જેની સ્કીમ પુરી થઈ ગયા બાદ ક્રેડીટ કાર્ડ બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ સવા મહિના પહેલા અજાણ્યા શખ્સે ફોન કરી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી બોલુ છું તેમ કહી તમારું ક્રેડીટ કાર્ડ હજુ ચાલુ જ છે. સર્વિસ ચાર્જના 9 હજાર ભરવા પડશે તેમ કહ્યું હતું. શિક્ષકએ
ક્રેડીટ કાર્ડ બંધ કરાવવાનું કહેતા હિન્દી ભાષી શખ્સે તેના વોટસએપ ઉપર લીંક મોકલી હતી અને તે કહેતો તેમ કરતાં ગયા હતાં ત્યારબાદ ફરિયાદીને તમારું ક્રેડીટ કાર્ડ બંધ થઈ જશે. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં શિક્ષકે પોતાના બેંક એકાઉન્ટમાં તપાસ કરતાં 97 હજારની ક્રેડીટ લોન બોલતી હતી અને તેમના ક્રેડીટ કાર્ડ મારફતે 1.07 લાખની ખરીદી થઈ ગઈ હતી. જે અંગે ઓનલાઈન સાયબર સેલમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.