કોડીનાર ઉના વચ્ચે આઠ માસથી ફોર ટ્રેક રોડ નું કામ ઠપ્પ. આઠ વર્ષ થયા છતાં કામ પૂરું નહીં થતા લોકો મારો - At This Time

કોડીનાર ઉના વચ્ચે આઠ માસથી ફોર ટ્રેક રોડ નું કામ ઠપ્પ. આઠ વર્ષ થયા છતાં કામ પૂરું નહીં થતા લોકો મારો


કોડીનાર તાલુકાના ડોળાસા થી કોડીનાર વચ્ચે છેલ્લા આઠ માસથી ફોરટેક રોડ નું કામ સંપૂર્ણ બંધ છે આ કામને આઠ વર્ષનો સમય વીતી ગયો છે છતાં રોડનું કામ પૂરું નહીં થતાં લોકોમાં રોશની લાગણી જન્મી છે
ઉના થી કોડીનાર વચ્ચેનું અંતર 40 કિ.મી છે જે પૈકી ડોળસા થીં ઉના સુધીના 20 km નું સીસી રોડ નું કામ પૂરું બે વર્ષથી થઈ ગયું છે પણ ડોળાસા થીં કોડીનાર સુધીનું રોડ માં હજુ અડધાથી વધુ કામ બાકી છે નવાઈની વાત એ છે કે ચોમાસામાં કામ બંધ થતા બાદમાં હજુ શરૂ નહીં થતાં લોકો ખાસ કરી વાહન સાલોકો રોજ સવાલ કરે છે આઠ વર્ષ વીતી ગયા છે હજુ આ કામ પૂરું કરવા કેટલા વર્ષો લાગશે હાલ આ રોડ બનવાની મશીનરી રોડ ઉપર પડી છે જે કાંટ ખાઈ રહી છે
જાણકારો કહે છે કે સદભાવના એજન્સીએ આ કામ છોડી દીધું છે અને નવી એજન્સી આ અધૂરું કામ સંભાળ્યું છે પણ હજુ કામ શરૂ જ થયું નથી સરકારી તંત્રની આ મામલે ભારે લાપરવાહી જોવા મળી રહી છે શું નેશનલ હાઈવે ઓથોરિટી કામ પૂરું થાય તેમ નથી આખરે એટલી ઢીલી નીતિ એટલે લાપરવાહી અને ઉપરથી કોઈ કામગીરી કોઈ કાર્યવાહી નહીં શું આ વિકાસની પરિભાષા છે લોકો અને વાહન ચાલકો નિભાવી ધીરજ ખૂટી છે અને એક જ સવાલ કરે છે હવે આ કામ ક્યારે પૂરું થશે અને ક્યારે પૂરું થશે પણ કોઈ જવાબ આપતું નથી
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.