ખેડૂતોની રજુઆતને ધ્યાને લઈને બરડા પંથકની જીવાદોરી સમાન વર્તુ 2 ડેમ માંથી માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પાણી છોડવામાં આવ્યું - At This Time

ખેડૂતોની રજુઆતને ધ્યાને લઈને બરડા પંથકની જીવાદોરી સમાન વર્તુ 2 ડેમ માંથી માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પાણી છોડવામાં આવ્યું


*ખેડૂતોની રજુઆતને ધ્યાને લઈને બરડા પંથકની જીવાદોરી સમાન વર્તુ 2 ડેમ માંથી માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પાણી છોડવામાં આવ્યું*

*પાણી છોડવાના કારણે જમણાકાંઠાની કેનાલથી ભુમિયાદર, સોઢાણા, શિંગડા, ફટાણા ઉપરાંત ડાબાકાંઠાની કેનાલથી પારાવાડા, કુણવદર, ખાંભોદર, મોરાણા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે*

*સ્થાનિક ખેડૂત આગેવાનોની રજુઆત બાદ ઉનાળુ પાકની સિંચાઈ માટે વર્તુ-૨ ડેમમાંથી પાણી છોડવાનો પ્રારંભ કરાવતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ*

સિંચાઈ માટે પાણી છોડવાની ખેડૂતો તરફથી મળેલી રજુઆતોને ધ્યાને લઈને આજે બરડા પંથકની જીવાદોરી સમાન વર્તુ 2 ડેમ માંથી માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડવાના કારણે જમણાકાંઠાની કેનાલથી ભુમિયાદર, સોઢાણા, શિંગડા, ફટાણા ઉપરાંત ડાબાકાંઠાની કેનાલથી પારાવાડા, કુણવદર, ખાંભોદર, મોરાણા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.

વર્તુ નદીના કાંઠા વિસ્તારમાં રહેતા ખેડૂતો દ્વારા ઉનાળુ પાકમાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોવાથી માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ સિંચાઈ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા સમક્ષ રજુઆત કરીને પાણી છોડવા માટે માંગ કરવામાં આવી હતી. ભેટકડી, ગોરાણા, શીંગડા અને જામ રાવલના ખેડૂતો દ્વારા પણ વર્તુ નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો માટે વર્તુ ૨ ડેમમાંથી પાણી છોડવાની માંગણી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને માનનીય સિંચાઈ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનું આ બાબતે ધ્યાન દોર્યુ હતું. જેના પગલે માનનીય સિંચાઈ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સિંચાઈ વિભાગના અધિકારીઓને તત્કાલ પાણી છોડવા સુચના આપી હતી. જેના અનુસંધાને આજે માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે સ્થાનિક આગેવાનોની હાજરીમાં વર્તુ-૨ ડેમમાંથી પાણી છોડવાનો પ્રારંભ કરાવતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી વિરમભાઈ કારાવદરા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રાણાભાઈ મોઢવાડિયા, પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી નિર્મલજીભાઈ ઓડેદરા, ભાજપના અગ્રણી શ્રી સામતભાઈ ઓડેદરા ઉપરાંત આ વિસ્તાના ગામોના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image