બોટાદ શહેરના વિસ્તારોમાં ગંદકીના ગંજ-ખાસ ઝુંબેશ દરમિયાન જ શહેરની સફાઇ જાણે ઠપ - At This Time

બોટાદ શહેરના વિસ્તારોમાં ગંદકીના ગંજ-ખાસ ઝુંબેશ દરમિયાન જ શહેરની સફાઇ જાણે ઠપ


બોટાદ શહેરના વિસ્તારોમાં ગંદકીના ગંજ-ખાસ ઝુંબેશ દરમિયાન જ શહેરની સફાઇ જાણે ઠપ

સ્વચ્છતા અભિયાન દરમિયાન શહેરની અવદશા

બોટાદ જિલ્લામા સરકારની વિવિધ યોજનાઓ જાણે માત્ર કાગળ પર જ ચલાવાઇ રહી છે.ખાસ કરીને સફાઇ જેવા અભિયાનો તો જાણે સરકારમાં રીપોર્ટ મોકલવા માટે ચલાવાતા હોય તેમ ચલાવાઇ રહ્યાં છે.ઉપર સુધી ફોટોગ્રાફસ અને અહેવાલ મોકલી શકાય તે માટે જુદા-જુદા સ્થળો પર અને જુદી-જુદી સંસ્થાઓના સહયોગથી સાવરણાઓ ફેરવી દેવામા આવે છે.હકિકતમા સફાઇ થાય છે કે કેમ તે કોઇ જોતુ નથી.નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે.અને દિપાવલીનો તહેવાર માથે છે. સ્વચ્છતાની મહા ઝુંબેશ ચલાવાઇ રહી છે.તો બોટાદમાં માત્ર ફોટા પડાવવા કે કાગળ ઉપર જ ? તેવા સમયે શહેરના મધ્યભાગમા મુખ્ય વિસ્તારોમા જ સફાઇ જાણે અચાનક ઠપ્પ થઇ ગઇ છે.સમગ્ર શહેર ગંદુ ગોબરૂ લાગી રહ્યું છે. મૂકવામાં આવેલા ફોટા તો માત્ર અમુક સેમ્પલ જ છે.બાકી સાફ-સફાઈની વિસ્તારોમાં અને નદીમાં ખુબજ આવશ્યકતા છે.આ પ્રકારના ખાસ અભિયાન કરતા તો નિયમીત સફાઈ વધારે સારી રીતે થતી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.